બોર્ડર ફિલ્મના રીયલ હીરો ભૈરોસિંહ આજે પણ છે જીવિત, 76 વર્ષની ઉંમરમાં પણ યુવાનો માટે બન્યા છે પ્રેરણા

Image Source

1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતીય સેનાની જીત થઈ હતી. ભારતીય સેનાના આ પરાક્રમથી દુનિયાને બાંગ્લાદેશ તરીકે નવો રાષ્ટ્ર મળ્યું. ભારતીય સેનાની આ જીત ઉપર 1997 માં બોલીવુડ નિર્દેશક જે પી દત્તાએ બોર્ડર નામની ફિલ્મો બનાવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ.

આ ફિલ્મમાં સુનિલ શેટ્ટીએ ભૈરવસિંહ નામના એક સૈનિક નું પાત્ર ભજવ્યું હતું. જોકે ફિલ્મોમાં આ પાત્ર શહીદ થઈ ગયું હતું પરંતુ રીયલ લાઇફમાં જે ભૈરવ સિંઘ રાઠોડ છે તે આજે પણ જીવિત છે. ભારત અને પાકિસ્તાનના ના યુદ્ધમાં ભૈરવ સિંહ રીયલ હીરો સાબિત થયા હતા.

Image Source

તેમનો જન્મ જોધપુર જિલ્લાના શેરગઢમાં થયો હતો. તેઓ 1963 માં બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ભરતી થયા હતા. બીએસએફ માં જોડાયા પછી 1971 માં તેમને ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લેવાની તક મળી. તેના 16 વર્ષ પછી 1987 માં તે ભારતીય સેના માંથી નિવૃત થયા. આજે તેઓ 76 વર્ષના છે. તેઓ પોતાના વતનમાં ગુમનામી નું જીવન જીવવા માટે મજબૂર છે. પરંતુ તેમ છતાં તેની વિરતાની આ કહાની આવનાર પેઢી માટે પ્રેરણા રૂપ છે.

Image Source

ભેરોસિંહ રાઠોડ 1971 માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે જેસલમેરની લોગીવાલા પોસ્ટ ઉપર 14 બટાલિયન માં તેના થતા. જ્યાં ભારતીય સેનાના મેજર કુલદીપસિંહ ચાંદપુરીના નેતૃત્વમાં 120 સૈનિકોની ટુકડીએ હજારોની સંખ્યામાં આવેલી પાકિસ્તાની સેનાને પરસેવો છોડાવી દીધો હતો. ભારતીય સેનાના 120 વીર જવાનોએ પોતાની બહાદુરી અને સુજબુજથી પાકિસ્તાની સેનાના હજારો ટેંક ને ધ્વસ્ત કરી દીધા હતા.

Image Source

આ યુદ્ધ વિશે ભૈરવસિંહ જણાવે છે કે, પેટ્રોલિંગ દરમ્યાન અડધી રાતે સંદેશો મળ્યો કે પાકિસ્તાની સૈનિક પોસ્ટ આગળ વધી રહી છે અને તેમની પાસે મોટી સંખ્યામાં ટેન્ક પણ હતી. ભારતીય સેનાએ હવાઈ હુમલા માટે એરફોર્સની મદદ માગી. પણ રાત હોવાના કારણે એરફોર્સ તરફથી મદદ ન મળી. તેવામાં રાતે અંદાજે બે વાગ્યે પાકિસ્તાની સેનાએ ટેન્ક વડે ગોલાબારી શરૂ કરી. બંને દેશની સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. તે દરમિયાન ગોળી વાગતા ભારતીય સેના નો એક સૈનિક ઘાયલ થયો. તે દરમિયાન ભૈરવ સિંહે તેની જગ્યા સંભાળી લીધી અને સતત સાત કલાક સુધી ફાયરિંગ કરતા રહ્યા. સવાર થયાની સાથે જ વિમાનોએ પણ ભયંકર બંબારી શરૂ કરી અને પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું જેના કારણે સૈનિકો પાછળ ઘટવા લાગ્યા.

ભૈરો સિંહ રાઠોડ એ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં 300 પાકિસ્તાની દુશ્મનોને ઠાર કર્યા હતા. તેમના આ પરાક્રમને જોતા રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી બરકતુલ્લાહ ખાન એ તેમને સેના મેડલથી સન્માનિત કર્યા હતા.

જોકે તેમ છતાં આજે તેમને બીએસએફ તરફથી સૈન્ય સન્માન તરીકે મળતા લાભ અને પેન્શન અલાઉન્સ પણ બરાબર રીતે મળતા નથી. 76 વર્ષની ઉંમરમાં પણ આજે તેઓ એક જવાન જેવી દિનચર્યા જીવે છે. આજે પણ તેમના મનમાં પહેલા જેવો જ દેશભક્તિ ભાવ જોવા મળે છે.

2021 માં જેસલમેરમાં આયોજિત એક સમારોહમાં તેમને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા જે દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે આજની પેઢીને પણ લોન્ગે વાલા પોસ્ટ ક્યાં છે ભારત પાકિસ્તાનના યુદ્ધ વિશેની જાણકારી અને સૈનિકોની દાસ્તાન પણ ખબર પડે તેવી તેમની ઈચ્છા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *