આ છે ભારતના 10 સૌથી સુંદર ગામ, તેની આગળ વિદેશના દેશો પણ ફિક્કા છે 

  • by

પ્રકૃતિના ખોળામાં સમાયેલા ઘણા એવા સુંદર ગામ છે જેની સામે વિદેશમાં આવેલા અને બનેલા ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ ફિક્કા પડી શકે છે. આપણે દસ ગામ વિશે જાણીશું.

 કોરોના કાર્ડ પહેલા લોકોમાં વિદેશમાં ફરવા જવાની ખૂબ જ ધુમ મચેલી હતી પરંતુ મહામારી ના કારણે લોકો ભારતની ખૂબ જ સુંદર જગ્યા ને એક્સપ્લોર કરવા માટે મજબૂર કરી નાખ્યા છે અહીં પ્રકૃતિના ખોળામાં સમાયેલા એવા ઘણા સુંદર ગામ છે જેની સામે વિદેશ માં બનેલા ટુરિસ્ટ ડેસ્ટિનેશન ને પણ ફિક્કા પાડી શકે છે 

લાચુંગ, સિક્કિમ
તિબેટ બોર્ડરને અડીને આવેલું લાચુંગ નામનું ગામ સિક્કિમના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક છે. લગભગ 8,858 ફૂટની ઉંચાઇ પર સ્થિત આ ગામમાં તમે પોતાને બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે ઘેરાયેલા મેળવશો આ જગ્યા ગંગટોકથી લગભગ 118 કિલોમીટર દૂર છે જે તમને એક લાંબી યાત્રા નો આનંદ પણ આપશે અહીં ફરવા માટે તમે સફરજન આલુ અને જરદાળુ ના ખૂબ જ સુંદર બાગ માં ફરી શકો છો.

મલાના, હિમાચલ પ્રદેશ
ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર જવાનો શોખ રાખતા કોઈપણ વ્યક્તિને એક વખત હિમાચલ પ્રદેશના નાના ગામમાં જરૂર જવું જોઈએ. અહીંના નિવાસીઓને એલેકઝાન્ડર ધ ગ્રેટ ના વંશજ માનવામાં આવે છે. જે અહીં થી જોડાયેલ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે શાંત વાતાવરણ પ્રાકૃતિક સૌંદર્ય અને મોટા શહેરના અવાજ થી અલગ આમ તમને જીવનની સૌથી યાદગાર પળ ની ભેટ આપી શકે છે. ખીર ગંગા ની અદભુત ટ્રેકિંગ પણ આ જગ્યાની ખૂબ જ નજીક છે.

કૌસાની, ઉત્તરાખંડ
દિલ્હીથી લગભગ સવા 400 કિલોમીટર દૂર ઉત્તરાખંડમાં કુમાઉ ક્ષેત્રમાં વસેલું કૌસાની ગામ બાગેશ્વર જિલ્લાના કોસી અને ગોમતી નદીની વચ્ચે વસેલું છે. સમુદ્ર તટથી લગભગ 6,075 ફૂટની ઊંચાઈ ઉપર વસેલું આ ગામ પ્રકૃતિનું એક ખુબ જ સુંદર ઉદાહરણ છે. ખૂબ જ ગાઢ જંગલો અને પહાડોની વચ્ચે વસેલું આ ગામ પર્યટકોની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે.

તકદાહ, પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ઉપસ્થિત તકદાહ નામનું એક નાનું ગામ દેશમાં સૌથી સુંદર જગ્યાઓ માં ખુબ જ પ્રખ્યાત છે. મોટા શહેરોથી દૂર ગામની પ્રકૃતિનો એક ખુબ જ સુંદર નજારો છે.અહીંના પહાડો અને ગાઢ જંગલ ટ્રેકીંગ માટે એક સારો વિકલ્પ બની શકે છે.અહીં હિમાલયની ટોચ નો નજારો અને ચાના બગીચા ટૂરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

 ખિમસર ,રાજસ્થાન
ઉત્તર ભારતના એક નાના ગામ ખિમસરને રાજસ્થાનનું હૃદય કહેવામાં આવે છે. ચારે તરફથી થાર મરુસ્થલ થી ઘેરાયેલું આ ગામ કોઈ સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન થી ઓછું નથી. આ જગ્યા પર તમે જીપ અથવા ઉપર સવાર થઈને ડેઝર્ટ સફારી નો આનંદ ઉઠાવી શકો છો. મરુસ્થલી એરિયામાં રાતના સમયે કેમ્પિંગની મજા ખૂબ જ અલગ હોય છે. ખીમસર માં તેની પણ સુવિધા છે.

ઇડુક્કી, કેરલ
ઇડુક્કી કેરલના પશ્ચિમ ઘાટની સૌથી ઊંચી જગ્યા છે અહીંના સુંદર ઝરણા વોટર ફોલ અને ગાઢ જંગલ આ જગ્યાની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે આ ગામમાં તમને ફૂલછોડની ઘણી બધી પ્રજાતિ આપ જોવા મળશે જે કદાચ તમે પહેલાં જોઈ હશે.ઇડુક્કી આર્ક ડેમ પાસે તમે કેમ્પિંગ નો આનંદ ઉઠાવી શકો છો. આ ગામમાં આવ્યા પછી તમે અહીંના સ્થાનિક નિવાસીઓ સાથે ટ્રેડિશનલ વ્યંજનનો આનંદ માણવાનું બિલકુલ ભૂલશો નહીં.

ગોકર્ણ, કર્ણાટક
કર્ણાટકમાં ઉપસ્થિત ગોકર્ણ હોવાથી બિલકુલ નજીક નું એક સુંદર ગામ છે તેથી તેને ગોવાનું પાડોશી ગામ પણ કહેવામાં આવે છે.આ ગામ એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન ની સાથે સાથે તીર્થયાત્રાઓ ની વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય છે કર્ણાટક ફરવા ગયા હોય ત્યારે આ ગામની સુંદરતાનો નજારો દેખવાનો બિલકુલ ન ભૂલશો.

કસૌલ, હિમાચલ પ્રદેશ
કસૌલ પણ હિમાચલ પ્રદેશનો એક ખુબ જ સુંદર ગામ છે જ્યાં આખા વરસ ટૂરિસ્ટ નો જમાવડો જોવા મળે છે. લાંબી ટ્રેકિંગનો શોખ રાખતા વ્યક્તિઓ માટે આ ખૂબ જ સારી જગ્યા છે. સંસ્કૃતિ માટે મશહૂર જગ્યા બેકપેકર્સ માટે કોઈ સ્વર્ગથી ઓછી નથી માર્ચથી મે મહિનાની વચ્ચે અહીં ખૂબ જ પર્યટક આવે છે.

માજુલી, અસમ
આસામમાં ઉપસ્થિત માજુલી દુનિયાનું સૌથી મોટુ રિવર આઇલેન્ડ છે જે બ્રહ્મપુત્ર નદીના તટ પર સ્થિત છે 400 સ્ક્વેર કિલોમીટર પહોળું આ આઈલેન્ડ એક સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે આ જગ્યા વિશે એક ખાસ વાત એ પણ છે કે અહીંના માછીમારો કોઈ બીજા વ્યક્તિ ની તુલનામાં વધુ સમય સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે તમે અહીં નાવડીમાં ફરી શકો છો અને ખાસ મ્યુઝિયમ પણ જોવા જઈ શકો છો.

મોલીનનોંગ, મેઘાલય
મેઘાલયનુ મોલીનનોંગ ગામ પ્રકૃતિના કોઈ ગુપ્ત ખજાના જેવું છે. સ્થાનિક સમુદાય અને સરકારે મળીને આ ગામની સુંદરતાને યોગ્ય રાખવા માટેનો ઘર ઉઠાવ્યો છે વર્ષ 2003માં તેને સૌથી સ્વચ્છ ગામ નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો ઓક્ટોબરથી એપ્રિલ ની વચ્ચે અહીંનું વાતાવરણ ખુબ જ સુંદર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *