નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોય છે એ આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ. અને તેના ફાયદા પણ ખૂબ જ અદભુત હોય છે. એક ગ્લાસ ફ્રેશ નારિયેળ પાણી પીવાથી તમે પોતાને ઉર્જાવાન અનુભવ કરવા લાગો છો. સ્વાસ્થ્ય સિવાય તે ત્વચાથી લઈને વાળ સુધી ખૂબ જ ફાયદાકારક છે. વાળમાં તેનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકાય છે.
તમે તેમાં લીંબુનો રસ, મધ, એલોવેરા અને સફરજન વિનેગર પણ ઉપયોગમાં લઇ શકો છો. તે વાળને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરી શકે છે. જો તમે તમારા રુક્ષ અને બેજાન વાળથી પરેશાન છો તો તમારે પણ તેનો ઉપયોગ કરવો જોઈએ. તે તમારા વાળને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે, અને જો એવામાં તમે તેનો ઉપયોગ કરવા વિશે વિચારી રહ્યા છો તો તેનો ઉપયોગ કરવાના રીત વિશે પણ જાણી લો.
નારિયેળ પાણીમાં ઉમેરો મધ
આ મિશ્રણને બનાવવા માટે એક કપ નારિયેળ પાણીમાં ચાર મોટા ચમચા મધ ઉમેરો અને આ મિશ્રણને વાળ તથા સકાલ્પ ઉપર લગાવો. ત્યારબાદ અમુક મિનિટ સુધી સકાલ્પ ઉપર હલ્કા હાથથી મસાજ કરો. ત્યારબાદ તમારા સંપૂર્ણ માથામાં ગરમ પાણી નો રૂમાલ લપેટો તેની માટે ગરમ પાણીમાં રૂમાલની ડીપ કરો ત્યારબાદ માથા ઉપર બાંધો. તે તમારા સકાલ્પમાં સારી રીતે જશે. પચ્ચીસથી ત્રીસ મિનિટ બાદ વાળને માઇલ્ડ શેમ્પૂથી ધુઓ. વાળની દેખભાળ કરવા માટે અઠવાડિયામાં એક વખત તમે આ ઉપાય અપનાવી શકો છો તેનાથી તમારા વાળનો ખોડો પણ દૂર થઈ જશે.
વાળમાં નારિયેળ પાણીનો કરો સ્પ્રે
વાળમાં સ્પ્રે કરવા માટે તમે નારિયળ પાણીના સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. એક ચતુર્થાંશ કપ નારિયેળ પાણી લો અને તેમાં એક કપ પાણી ઉમેરો, ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરો અને બોટલમાં ભરીને મૂકો. હવે દરરોજ સ્વસ્થ વાળ માટે તેને હાઇડ્રેશન સ્પ્રે રૂપે ઉપયોગમાં લો. તેને ભીના વાળ અને સકાલ્પમાં સ્પ્રે કરો.
નારિયેળ પાણીમાં ઉમેરો એલોવેરા
કોઈપણ બ્યુટી ઉપાય અથવા ટિપ્સની વાત થઈ રહી હોય અને નારિયેળ પાણી નું નામ આવે તેવું બની જ ન શકે. તમારા વાળને સ્વસ્થ અને સ્ટ્રોંગ બનાવવા માટે એક કપ નારિયેળ પાણીમાં બે ચમચી એલોવેરા જેલ ઉમેરો અને સ્પ્રે બોટલમાં ભરો. ત્યારબાદ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત તેનો ઉપયોગ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team