ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગોળને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. નિષ્ણાતો પણ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવા માટેની સલાહ આપતા હોય આપે છે. ગોળ સ્વાદિષ્ટ તો હોય છે, પરંતુ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. સામાન્ય રીતે લોકો ઠંડીની ઋતુમાં ગોળનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ એને આખું વર્ષ પણ ખાઈ શકાય છે. ગોળમાં શરીર માટે જરૂરી એવા ઘણા વિટામીન અને મિનરલ્સ રહેલા છે. જે શરીરને સ્વસ્થ, આરોગ્યપ્રદ બનાવી રાખે છે. માટે નિયમિત આહારમાં એનો જરૂરથી સમાવેશ કરવો જોઈએ.
ગોળ ખાવાના ફાયદા
પેટ માટે ફાયદાકારક
રોજ ભોજન કર્યા બાદ ગોળ ખાવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. ઉપરાંત ભૂખ પણ લાગે છે. એનાથી પેટમાં કબજિયાત, એસિડિટી અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે. ગોળ અને સિંધવ મીઠાનું સાથે સેવન કરવું પણ ખુબ ફાયદાકારક છે.
શરદી, ખાંસી અને તાવમાં ફાયદાકારક
શરદી, ખાંસી અને તાવમાં ગોળ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ગોળને કાળા મરી અને આદુ સાથે મિક્સ કરીને ખાવાથી શરદી, ખાંસી અને તાવમાં રાહત મળે છે. જો ખાંસી અને ગળામાં ખારાશની સમસ્યા રહેતી હોય તો, ગોળ સાથે આદુનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
બ્લડ પ્રેશરમાં ફાયદાકારક
ગોળ શરીરના બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ અસરકારક સાબિત થાય છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય એ લોકોને ડોક્ટર ગોળ ખાવાની સલાહ આપે છે. એનાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
ત્વચા માટે ઉપયોગી
ગોળ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ગોળ લોહીના હાનિકારક ટોક્સિનને બહાર કાઢી અને ત્વચાને સાફ રાખવામાં મદદરૂપ થાય છે. એનાથી રક્ત સંચાર પણ વ્યવસ્થિત બને છે. નિયમિત રીતે ગોળ ખાવાથી ખીલની સમસ્યા થતી નથી અને ત્વચાની ચમક પણ બની રહે છે. નિયમિત રીતે ગોળ ખાવાથી ત્વચાની સમસ્યાઓ માંથી છુટકારો મળે છે.
આંખો માટે ઉપયોગી
ગોળનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. ગોળ ખાવો આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આંખોમાં જો કોઈપણ પ્રકારની કમજોરી કે સમસ્યા હોય તો ગોળ ખાવાથી લાભ મળે છે.
મગજ માટે ઉપયોગી
ગોળ દિમાગને સ્વસ્થ અને મૂડને સારો બનાવવામાં અસરકારક સાબિત થાય છે. એની સાથે જ માઈગ્રેનના દર્દી પણ જો નિયમિત રીતે ગોળ ખાય તો ખૂબ જ ફાયદો થાય છે. એનાથી યાદશક્તિ પણ સારી બને છે.
શરીરમાં ઊર્જા અને સ્ફૂર્તિ વધારવા માટે
ગોળ શરીરની ઊર્જા અને સ્ફૂર્તિ વધે છે. વધુ થાક અને શરીરમાં કમજોરી અહેસાસ થતો હોય તો ગોળ ખાવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. ઉપરાંત ઉર્જા શક્તિ વધારવા માટે ગોળ ખાવો ફાયદાકારક છે.
અસ્થમાના રોગી માટે ઉપયોગી
અસ્થમાના ઇલાજમાં ગોળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અસ્થમાના દર્દીઓને ઠંડી ઋતુ માં ગોળ અને કાળા તલના લાડુ બનાવીને ખાવા જોઈએ. એનાથી અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે. શરીરમાં આવશ્યક ગરમી પણ બની રહે છે.ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધી રોગો માટે પણ ફાયદાકારક છે. પાંચ ગ્રામ ગોળ સાથે સમાન માત્રામાં સરસવ નું તેલ મિક્સ કરીને ખાવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
ગોળના ઉપયોગ થી બનાવવામાં આવતી વાનગી
1. ગોળ અને લોટ ની બરફી
- જરૂરી સામગ્રી 1/2 ધી,
- 1 કપ ઘઉંનો લોટ,
- 1/4 ટી.સ્પૂન ઈલાયચી પાવડર,
- 1/2 કપ છીણેલો ગોળ.
બનાવવાની રીત
ગોળ અને લોટ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ધીમી આંચ પર એક કઢાઈમાં ઘી ગરમ કરવું. એમાં લોટ નાખીને સોનેરી રંગ નો થાય ત્યાં સુધી લોટને શેકવો હવે કઢાઈને નીચે ઉતારીને એક મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખો, પછી એમાં ઇલાયચી પાઉડર અને ખાંડ મિક્સ કરવી. જ્યારે ગોળ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એક પ્લેટમાં ઘી લગાવીને આ મિશ્રણને ફેલાવી દેવું. એને ચપ્પુ ની મદદ વડે નાના ટુકડામાં કાપીને ત્રણથી ચાર કલાક સુધી રહેવા દેવું. ત્યાર બાદ ગોળ ની બરફી બનીને તૈયાર છે.
2. ગોળ અને કાજુ ના લાડુ
- જરૂરી સામગ્રી – 500 ગ્રામ, ગોળ,
- 300 ગ્રામ કાજુ, ત્રણ મોટા ચમચા ઘી,
- 200ગ્રામ મખાણા,
- ચાર ગ્રામ સૂંઠ પાવડર,
- 50 ગ્રામ ચારોડી,
- સો ગ્રામ દ્રાક્ષ અને 4 ચમચી ખસખસ
બનાવવાની રીત
ગોળ ને ટુકડા કરી લેવા, અથવા છીણી લેવો. ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી ઘી નાખીને કાજુ અને મખાણા ને ફ્રાય કરી લેવા. હવે મખાણા ને પીસી લેવા અને કાજુના ટુકડા કરી લેવા. એ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખીને ગોળ નાખવો. ત્યારબાદ થી 3 ચમચી પાણી નાખીને ગોળને હલાવતા રહેવું. ગોળ બરાબર થઈ ગયો છે કે, નહીં એ ચકાસવા માટે એક નાની કટોરી માં પાણી લઈને એમાં ગોળ ના થોડાક ટીપા નાખવા. તેની ગોળી બનીને તૈયાર થઇ જાય તો સમજી લેવું કે ગોળ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી એમાં મેવા અને સૂંઠ પાઉડર મિક્સ કરીને એક થાળીમાં ફેલાવી દેવું. ત્યાર પછી તેને ઠંડુ થવા માટે રાખી દેવું..જ્યારે એ થોડું ઠંડુ થઈ જાય ત્યારે એના લાડુ બનાવી લેવા.
3.ગોળ ની પુરી
જરૂરી સામગ્રી
- બે કપ ઘઉંનો લોટ,
- 1 મોટો ચમચો ઘી,
- 1 કપ ગોળ,
- એક ચપટી મીઠું,
- 1 નાની ચમચી વરીયાળી અને ઘી
બનાવવાની રીત
સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ, મીઠું, ઘી અને વરિયાળી નાંખીને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરવી. પછી ગોળ નાખીને એ લોટ બાંધવો. થોડી વાર એને રહેવા દેવો. ત્યાર પછી લોટ માંથી નાના લુવા બનાવી ને પૂરી તૈયાર કરવી..ધીમી આંચ પર એક કઢાઈમાં ઘી ગરમ કરીને પૂરીને બંને બાજુથી સોનેરી રંગની થાય ત્યાં સુધી તળવી. હવે ગોળની મીઠી પુરી બનીને તૈયાર છે.
આ ઉપરાંત પણ ગોળના ઘણા બધા ઉપયોગ છે. જે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team