મોમોઝ ખાનાર વ્યક્તિ થઈ જાવ સાવધાન! ડાયાબિટીસ અને પાઇલ્સ સહિત થઈ શકે છે બીજી અનેક બીમારીઓ

Image credit: pexels

રોડના કિનારે ઓવનમાં સ્ટિમ થઇ રહેલ મોમોઝને દરેક વ્યક્તિએ ખાધા જ હશે, અને ત્યારે તેને મસાલેદાર ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ વધી જાય છે ઘણા બધા લોકો તેનું દરરોજ સેવન પણ કરે છે, તો ઘણા બધા લોકો અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ તેને ખાય છે, જો તમે પણ મોમોઝ ખાવાના શોખિન છો તો આ આર્ટિકલમાં મોમોઝ ખાવાના સાઇડ ઇફેક્ટ જણાવ્યા છે તે પણ જાણી લો.

મોમોઝ નોર્થ ઇન્ડિયા નો ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. મોમોઝ પકોડી જેવું દેખાય છે. જેની અંદર અલગ અલગ પ્રકારનું સ્ટફિંગ હોય છે. અને તે મુખ્ય રૂપથી નેપાળ અને ભારતમાં ખૂબ જ ફેમસ છે. આ ચીન વ્યંજનમા બાઓજી, જિયાઓઝી અને મન્ટૌ જેવી લાગે છે, બુઝ જેવી મોંગોલિયન વાનગીઓમાં અને ગ્યોઝા જેવી જાપાની વાનગીઓમાં સમાન લાગે છે. અને જો ભારતની વાત કરવામાં આવે તો મોમોઝ નોર્થ ઇન્ડિયા માં લોકપ્રિય ફૂડ છે, જે છેલ્લા એક દશકથી સ્ટ્રીટ ફૂડ નો બાદશાહ બનેલ છે.

તે આસાનીથી મળી શકે છે અને તેને બનાવવા માટે પણ પોર્ટેબલ સ્ટિમ સિવાય બીજી અન્ય સામગ્રીની પણ વધુ જરૂર હોતી નથી. તે ખૂબ જ સસ્તા મળે છે એટલે કે 20 રૂપિયામાં 4 થી 5 નંગ. મૂળરૂપથી આ સ્વાદિષ્ટ વાનગીમાં મેંદાનો લેયર હોય છે જેને વરાળથી બાફવામાં આવે છે અને આજકાલ માર્કેટમાં ઘણા બધા પ્રકારના મોમોઝ પણ મળે છે.

મોમોઝ દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. મોમોઝ ના બોલ જે વેજ અથવા નોનવેજ સ્ટફિંગ થી ભરેલા હોય છે જેને અલગ અલગ મસાલેદાર ચટણી અને સોસ સાથે સર્વ કરવામાં આવે છે, અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર બીમારીઓ પણ ઊભી થઈ શકે છે, અને જે આગળ જઈને શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ઘણા કારણોથી મોમોઝ ને બનાવવાથી લઈને પીરસવા માં આવતી ચટણી અને સોસ સ્વસ્થ માનવામાં આવતા નથી. તેથી જ આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે મોમોઝ ખાવા સ્વાસ્થ્ય માટે કેમ યોગ્ય નથી અને તેના સાઇડ ઇફેક્ટ કયા હોઇ શકે છે.

મેંદામાં ઉમેરવામાં આવતાં બ્લીચ કેમિકલ સ્વાદુપિંડ ને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે જેનાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન ક્ષમતા પ્રભાવિત થાય છે અને આ બ્લીચિંગ નો ઉપયોગ પ્રયોગશાળામાં ટેસ્ટિંગ માટે કરવામાં આવે છે. એલોક્શન કેમિકલ સ્વાદુપિંડ માટે ખૂબ જ હાનિકારક હોય છે અને ડાયાબીટીસ માટે પણ તે જવાબદાર છે.

(Image Credit : Pexels)

મેંદો સ્વાદુપિંડને નુકસાન પહોંચાડે છે

મોમોઝ ની ઉપર ની લેયર મેંદા થી બનેલી હોય છે જે અનાજના રહેશે દાર ચોકર હટાવ્યા બાદ વધેલા સ્ટાર્ચ નો એક ભાગ હોય છે. આ સ્ટાર્ચ વાળા ભાગમાં અમુક બ્લીચ વાળા કેમિકલ ઉમેરવામાં આવે છે. એક્સપર્ટ મેંદામાં એલોક્સન હોવાનો પણ દાવો કરે છે અને આ કેમિકલ મેંદાને નરમ બનાવીને રાખે છે.

મેંદામાં ઉમેરવામાં આવતાં બ્લીચ કેમિકલ સ્વાદુપિંડ ને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે જેનાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન ક્ષમતા પ્રભાવિત થાય છે અને આ બ્લીચિંગ નો ઉપયોગ પ્રયોગશાળામાં ટેસ્ટિંગ માટે કરવામાં આવે છે. એલોક્શન કેમિકલ સ્વાદુપિંડ માટે ખૂબ જ હાનિકારક હોય છે અને ડાયાબીટીસ માટે પણ તે જવાબદાર છે.

Image Source

ખરાબ ગુણવત્તાવાળી સામગ્રી

મોમોઝ ની અંદર ઉપયોગમાં લેવાનાર શાકભાજી અને ચિકન લાંબા સમય સુધી મૂકી રહેવાના કારણે ખરાબ થઈ જાય છે અને આ પ્રકારની સામગ્રી થી બનેલ મોમોઝ નું સેવન કરશો તો આ સામાન્ય વાત છે કે તમે બીમાર થઈ જશો. વિવિધ આઉટલેટ્સ પર ઉપલબ્ધ મોટાભાગના ચિકન ઉત્પાદનોમાં ઇ. કોલી બેક્ટેરિયા વધુ માત્રામાં હોય છે. અને તે આપણા શરીર માટે ઝેર સમાન હોય છે અને તેનાથી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ ખૂબ જ વધી જાય છે.

Image Source

તીખી ચટણી છે ખતરનાક

લાલ મરચુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ તે લાલ મરચામાં પ્રોસેસિંગના આધારે કંઈ ઉમેરવામાં ન આવ્યો હોય ત્યારે. પરંતુ મોમોઝ વેચનાર વ્યક્તિ મરચા ની ક્વોલિટી ની ચિંતા કરતા નથી અને તે માર્કેટમાંથી સસ્તી અથવા લોકલ મરચા પાવડર ખરીદીને તેની ચટણી બનાવે છે અને એ પ્રકારની ચટણી ખાવાથી બાવાસીર અથવા થવાનું જોખમ વધી જાય છે.

મોનો-સોડિયમ ગ્લુટામેટ મેદસ્વિતા વધારે છે

સ્વાદ માટે મોમોઝ માં મોનોસોડિયમ ગ્લુટામેટ ઉમેરવામાં આવે છે અમુક ખાદ્ય પદાર્થોમાં તે પ્રાકૃતિક રૂપે ઉપસ્થિત હોય છે પરંતુ પ્રોસેસ કરેલા ફોર્મમાં તેની અલગથી ઉમેરવામાં આવે છે સોડિયમ ગ્લુટામેટ સફેદ પાવડરની જેમ હોય છે જે ન માત્ર મેદસ્વી થવાનું જોખમ વધારે છે પરંતુ પરસેવો આવવો, છાતીમાં દુખાવો, ઊલટી, ઊબકા, ધબકારા વધી જવા વગેરે જેવા સ્વાસ્થ્યના જોખમનું કારણ બની શકે છે. અને તે ચિપ્સ, પેકિંગ સૂપ, તૈયાર ખોરાક જેવા પ્રોસેસ કરેલા ખોરાકમાં એમએસજી વધુ માત્રામાં ઉપસ્થિત હોય છે.

What's the right way to wash fruits and vegetables | The Times of India

Image Source 

ચડાવ્યા વગરની અને ધોયા વગરની શાકભાજીથી થાય છે નુકસાન

માર્કેટમાં મળતી શાકભાજી ખરાબ ગુણવત્તાની હોય છે અને તેની ઉપર ઘણા બધા બેક્ટેરિયા પણ હોય છે, તેથી જો તેને જોયા વગર જ ઉપયોગમાં લેવામાં આવશે તો તે શરીરમાં ઘણા બધા ખતરનાક બેક્ટેરિયા પહોંચાડે છે, જેનાથી શરીરને ખૂબ જ નુકસાન થઈ શકે છે, અને આ વાતથી તો તમે ખૂબ જ સારી રીતે પરિચિત હશો કે સ્ટ્રીટ ફૂડ વાળા ઉતાવળને કારણે શાકભાજી ને સારી રીતે સાફ પણ કરતા નહિ હોય.

ખતરનાક ટેપવોર્મનો સ્ત્રોત

મોમોઝ માં કોબીજ નું સ્ટફિંગ હોય છે જેને જો યોગ્ય રીતે ન ચડાવવામાં આવે તો તેમાં ફોર્મ ના બીજાણું હોઈ શકે છે જે માથા સુધી પહોંચી શકે છે, અને તે કોબીજમાં રહેલ કીડા છે જે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.

Image Source

મોમોઝ ખાવા જોઈએ કે નહીં?

જો તમે તમારા ડાયટમાં પર્યાપ્ત ફાઇબર વાળા ખોરાકનું સેવન કરી રહ્યા છો, ત્યારે તમે અમુક વખત જંકફૂડનું સેવન કરી શકો છો. પરંતુ જો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત મોમોઝ નું સેવન કરી રહ્યા છો તો તૈયારીમાં જ તેનું સેવન બંધ કરી દેવું જોઈએ. જો તમારે મોમોઝ ખાવા જ છે તો તેને ઘરે બનાવો અને મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો તથા ફ્રેશ શાકભાજીનો ઉપયોગ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *