વજ્રદંતી પીળા રંગના ફૂલનો એક સુંદર છોડ છે, જે એશિયા અને આફ્રિકાના ઘણા બધા ક્ષેત્રોમાં જોવા મળે છે. અને આ છોડનું અંગ્રેજી નામ બારલેરિયા પ્રાયોનાઇટીસ છે. આયુર્વેદમાં પણ આ છોડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે, અને તેના ફૂલ, પાન, જડ અને દાંડી વગેરેમાંથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તે દાંતની મજબૂતી આપવા માટે ખૂબ જ પ્રભાવકારી ઔષધી છે. તેથી જ તેનું નામ વજ્રદંતી ( દાંતોને વજ્ર સમાન બનાવનાર ઔષધી ) પડ્યુ. આજકાલ માર્કેટમાં વજ્રદંતીથી બનેલી ઘણી બધી પ્રોડક્ટ મળે છે.
વજ્રદંતીના ફાયદા
વજ્રદંતી માં અનેક પ્રકારના સ્વાસ્થ્યવર્ધક ગુણો જોવા મળે છે અને જેમાંથી પ્રાપ્ત થતા મુખ્ય લાભો નીચે મુજબ છે.
1 દાંત અને પેઢાને શક્તિ આપે
આયુર્વેદ અનુસાર વજ્રદંતી દાંત અને પેઢા અને શક્તિ પ્રદાન કરે છે, અને તેની સાથે સાથે જ તેમાં થતા રોગોને પણ દૂર રાખે છે. વજ્રદંતી થી દાંતનું મંજન કરવાથી દાંતમાં દુખાવો રહેતો નથી તથા દાંત સફેદ થાય છે અને ચમકવા લાગે છે.
2 પેટ સંબંધિત રોગો ને કરે દૂર
વજ્રદંતી ના પાન તથા તેના દાંડીના રસમાં અનેક પ્રકારના ગુણ જોવા મળે છે. જે પાચનક્રિયાને તીવ્ર કરવાનું કામ કરે છે. જે લોકોને પેટમાં દુખાવો તથા વારંવાર ઓડકાર આવે ત્યારે અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. તેમના માટે વજ્રદંતીનો ઉપયોગ કરવો ખૂબ જ લાભદાયક હોઈ શકે છે.
3 સાંધાના રોગના ઈલાજ કરવામાં મદદરૂપ
વજ્રદંતી માં અલગ અલગ પ્રકારના એંટી રુમેટિક ગુણ જોવા મળે છે. જે સાંધામાં થતા દુખાવા અને સોજા ને ઓછું કરવાનું કામ કરે છે, અને તેમાં ઉપસ્થિત એનાલજેસિક ગુણ દર્દને ઓછું કરવા માટે મદદરૂપ થાય છે.
4 કિડનીની પથરીને દૂર રાખવામાં મદદ કરે
વજ્રદંતીમાં ઘણા બધા એવા ખાસ પ્રકારના તત્વ જોવા મળે છે જેનાથી કિડનીમાં આવેલ પથરી કમજોર થવા લાગે છે, અને તે પેશાબની સાથે ભેળવીને બહાર આવવા લાગે છે. વજ્રદંતી શરીરમાં એક ડાઇયુરેટિકના રૂપમાં પણ કામ કરે છે.
આમ તો વજ્રદંતીથી પ્રાપ્ત થનાર મુખ્ય લાભ ખાસ કરીને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓ ઉપર નિર્ભર કરે છે, અને શરીર ઉપર તેનો પ્રભાવ પણ દરેક વ્યક્તિ અનુસાર જુદો હોઇ શકે છે.
વજ્રદંતીના નુકસાન
એક દવાના રૂપમાં વજ્રદંતી નું સેવન કરવું ખાસ કરીને સુરક્ષિત માનવામાં આવ્યું છે. તેને લાંબા સમય સુધી અથવા વધુ માત્રામાં સેવન કરવાથી નીચે મુજબની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
- પેટમાં ગંભીર દુખાવો તથા ખેંચાણનો અનુભવ થવો.
- વારંવાર ઓડકાર ખાવો તથા છાતીમાં બળતરા.
- જીવ ગભરાવો અથવા ઉલ્ટી ઉબકા થવા
- એલર્જી થવી
- તે સિવાય ગર્ભવતી મહિલાઓ તથા અન્ય રોગોથી પીડિત વ્યક્તિઓ ને અમુક ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.
વજ્રદંતી નો ઉપયોગ નીચે આપેલ રીતથી કરી શકાય છે.
- કાઢો બનાવીને
- પાના નો રસ ગરમ પાણીની સાથે
- પાના તથા દાંડીને પાણીમાં ઉકાળીને
- કેપ્સુલ અથવા ટેબલેટના સ્વરૂપે
તમારે કયા પ્રકારે અને કેટલી માત્રામાં વજ્રદંતી નો ઉપયોગ કરવો જોઈએ તે વિશે જાણવા માટે ડોક્ટરનો સંપર્ક કરવો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team