બદામ શેક દરેક વ્યક્તિને પસંદ હોય છે એ સ્વાદમાં તો એ શ્રેષ્ઠ હોય જ છે. એ ઉપરાંત તેના અનેક ફાયદા પણ છે. બદામના દૂધનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.સાથે જ માંસપેશીઓના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે રોજ નિયમિત તેનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ મળે છે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને નું ધ્યાન રાખીને બદામનું દૂધ બનાવવું જોઈએ.
બદામનું દૂધ પીવાનો આનંદ અને મજા અલગ હોય છે. આનો લાજવાબ સ્વાદ દરેક વ્યક્તિને પસંદ હોય છે એને ફૂલ ક્રીમવાળા દૂધ અને બદામને મિક્સ કરીને બનાવવામાં આવે છે જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે માટે આજે અમે તમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બદામનું દૂધ બનાવવાની રીત વિશે જણાવીશું.
સામગ્રી
- 1/4 કપ આશરે 30 બદામ
- 2 કપ દૂધ
- થોડાં તાંતણા કેસર ના
- 3 ચમચી ખાંડ
- 1/4 ટી સ્પૂન ઈલાયચી પાઉડર
બદામ દૂધ બનાવવાની રીત
સૌથી પહેલા ગરમ પાણીમાં 30 મિનિટ સુધી બદામને પલાળીને ત્યારબાદ બદામના ફોતરા કાઢીને, નાના બ્લેન્ડરમાં ક્રશ કરવી. ત્યાર પછી દૂધમાં નાખીને સ્મુધ પેસ્ટ બનાવવી. એને એક તરફ રાખીને એક મોટી કઢાઈ અથવા વાસણમાં બે કપ દૂધ ગરમ કરવું. એને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. ત્યાર પછી તૈયાર કરેલી બદામની પેસ્ટ એમાં મિક્સ કરવી. થોડા તાંતણા કેસર નાંખવા, ત્રણ ચમચી ખાંડ નાખવી. એને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવું. પાંચ મિનિટ સુધી દૂધ અને ઉકાળવું. ત્યાર પછી એમાં ઈલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. બદામના દૂધને કેસરથી ગાર્નિશ કરીને ઠંડુ કર્યા બાદ સર્વ કરવું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team