આયુર્વેદ મુજબ યોગ્ય ભોજન કરવા માટેના 5 નિયમો વિશે જાણો, જે તમારા સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે


વાત શરૂ કરતા પેહલા હું શ્રીમદ ભાગવત ગીતાના 17 માં અધ્યાયના 8માં, 9માં અને 10 માં શ્લોક કેહવા માંગુ છું જે આયુર્વેદના સારને નિરૂપિત કરે છે.
आयुः,सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः
रस्याः स्निग्धाःस्थिरा हृद्याआहाराः सात्त्विकप्रियाः
અર્થ : જે ભોજન સાત્વિક વ્યક્તિઓને મનપસંદ હોય છે, તે આયુષ્ય વધારનાર, જીવનને શુદ્ધ કરનાર, બળ સ્વાસ્થ્ય, સુખ અને તૃપ્તિ પ્રદાન કરનાર હોય છે. તેવું ભોજન રસમય, સ્નિગ્ધ, સ્વાસ્થ્યપ્રદ અને હદયને મનગમતું હોય છે.

कट्वम्लवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः
आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः
અર્થ : વધારે તીખું, ખાટુ, નમકીન, ગરમ, ચટપટું, સુકુ અથવા બળતરા ઉત્પન્ન કરતું ભોજન રજોગુણી વ્યક્તિઓને પ્રિય હોય છે, આ ભોજન દુઃખ, શોક અથવા રોગ ઉત્પન્ન કરનાર હોય છે.

यातयामं गतरसं पूति पर्युषितं च यत्
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम्
અર્થ : ભોજનથી ત્રણ કલાક પેહલા પકવેલ, સ્વાદ વગરનું, અલગ અને સડેલું, એઠું અને અસ્પૃશ્ય વસ્તુઓથી બનેલ ભોજન તેવા લોકોનું મનપસંદ હોય છે, જે તામસી હોય છે.

હવે વાત કરીએ આયુર્વેદના તે 5 નિયમોની જેનું આપણે ભોજનમાં પાલન કરવું જોઈએ.


નિયમ 1: ચાવી ચાવીને ભોજન કરવું
આપણે ભોજન ચાવી ચાવીને કરવું જોઈએ. એક કહેવત છે- ખાઓ ઓછું ચાવો વધારે. આયુર્વેદ મુજબ આપણે એક કોળિયાને 32 વાર ચાવવો જોઈએ અને જો 32 વાર ચાવી શકતા નથી તો ઓછામાં ઓછી 20 વાર જરૂર ચાવવું જોઈએ. હવે તેનો અર્થ એ નથી કે આપણે ગણતરી કરવાનું શરૂ કરી દો. આપણે ભોજનને એટલું ચાવવું જોઈએ જેથી તેને આરામથી પચાવી શકાય અને તેનાથી થનાર ફાયદા પણ પૂરા મળે છે.


નિયમ 2: ખોરાક, પાણી અને હવામાં સંતુલન
આયુર્વેદ મુજબ આપણે આપણા પેટનો 50% ભાગ ભોજનથી, 25% ભાગ પાણીથી ભરવો જોઈએ અને બાકી રહેલ 25% ભાગ હવા માટે ખાલી રાખવો જોઈએ.


નિયમ 3: સૂર્યાસ્ત પછી ભોજન કરવું નહિ
આયુર્વેદ મુજબ સૂર્યાસ્ત પછી ભોજન કરવું જોઈએ નહીં કેમકે સૂર્યાસ્ત પછી આપણા ,પેટની અગ્નિ ધીમી પડી જાય છે અને આપણું ભોજન પચવાની ગતિ ધીમી પડી જાય છે. તેથી બપોરે ભોજન ભારે કરી શકાય છે કેમકે તે સમયે સૂર્ય તેજસ્વી હોય છે.

પરંતુ વર્તમાન સમયની જીવનશૈલીને જોઇને જો તેમ કરવું સંભવ હોય નહિ તો તમે ઓછામાં ઓછાં 4 કલાક પેહલા ભોજન જરૂર કરી લો. તમે તમારી દિનચર્યા મુજબ સમય નક્કી કરી લો. જો તમે રાત્રે 12 વાગ્યે સુવો છો તો તમે 8 વાગ્યે ભોજન કરી લો અને જો તમે રાત્રે 1 વાગ્યે સુવો છો તો તમે 9 વાગ્યે ભોજન કરી લો. રાત્રિનું ભોજન બપોરના ભોજનથી હળવું હોવું જોઈએ અને બપોરના ભોજનથી ઓછું પણ.


નિયમ 4: પ્રાકૃતિક ભોજન કરો
આયુર્વેદ મુજબ આપણે જે ભોજન કરીએ તેમાં કૃત્રિમતા હોય નહિ. એટલે કે ફળ, શાકભાજીઓ અને અનાજ તેને તેના મૂળ રૂપમાં પકવ્યા વગર ખાઓ અને પેક કરેલ ભોજન, જે ભોજનમાં પ્રિઝર્વેટિવ ઉમેરેલ હોય અને ફ્રીજમાં વધારે દિવસ સુધી સ્ટોર કરેલ ભોજન આપણે કરવું જોઈએ નહીં. આપણા ભોજનમાં દિવસમાં એક વખત કાચી શાકભાજીઓ, ફળ અને સલાડનું સેવન જરૂર કરો. જો શક્ય હોય તો સવારે ફણગાવેલા અનાજનો નાસ્તો કરો.


નિયમ 5: ભોજન કરવાનો યોગ્ય ક્રમ
આયુર્વેદ મુજબ ભોજન કરવાનો એક ક્રમ હોય છે, જેનું આપણે પાલન કરવું જોઈએ. આપણા ભોજનમાં છ રસ હોય છે. જેનો ઉપયોગ આપણે આપણા ભોજનમાં કરવાનો હોય છે. આપણે આપણા ભોજનની શરૂઆત ગળી વસ્તુઓથી કરવી જોઈએ. પરંતુ હાલના સમયમાં આપણે તેને સૌથી છેલ્લે ખાઈએ છીએ, તે એકદમ ખોટું છે. ગળ્યું ખાધા પછી આપણે ખાટુ ખાવું જોઈએ અને ખાટા પછી ખારું અને ત્યારબાદ તીખું અને પછી કડવું અને ભોજનના અંતે આપણે તીક્ષ્ણ પદાર્થો ખાવા જોઈએ.

એટલે કે આ રીતે: 1. ગળ્યું, 2. ખાટુ, 3. ખારું, 4. તીખું, 5. કડવું, 6. તૂરું

જો તમે સ્વસ્થ છો તો તમારા ભોજનમાં આ 6 રસનો ઉપયોગ કરો અને જો તમે સ્વસ્થ નથી તો તમારી પ્રકૃતિ ( વાત, પિત્ત, કફ ) મુજબ ભોજનમાં આ રસનો ઉપયોગ કરો. આ 5 નિયમોનું જો આપણે પાલન કરીએ છીએ તો પેટમાં ભારેપણું, ગેસ, કબજિયાત જેવી ઘણી બીમારીઓથી પોતાને બચાવી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *