મુસાફરી દરમિયાન ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને કેટલીક વસ્તુઓને ખાવી ટાળવી જોઈએ, તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ છે જેને તમારે મુસાફરી દરમિયાન ખાવાનું ટાળવું જોઈએ.
મુસાફરી ભલે ટ્રેનની હોય કે બસની, લાંબી મુસાફરી દરમિયાન સમય કપાતો નથી અને આવી સ્થિતિમાં કઇને કઈ ખાવાની ઈચ્છા થાય છે. મુસાફરી દરમિયાન લગભગ બધાને તીખું અને તળેલું ખાવું ખૂબ પસંદ છે. ખાસકરીને તમે જો પરિવાર અથવા મિત્રો સાથે મુસાફરી કરી રહ્યા છો તો તે મુસાફરી પણ એક પિકનિક જેવી બની જાય છે. તમારી સાથે મુસાફરી કરી રહેલા કોઈને કોઈ વ્યક્તિને થોડી વારમાં ભૂખ લાગે છે અને પછી આ સ્થિતિમાં ઘરેથી સાથે લાવેલ ખાવાના ટિફિન ખૂલે છે અથવા રસ્તામાં મળતી વસ્તુઓ ખરીદી લે છે. પરંતુ, શું તમને ખબર છે કે મુસાફરી દરમિયાન ખાવાપીવાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, નહિ તો તબિયત બગડી શકે છે.
સમોસા અને બટેકાની ચિપ્સ ખાવી નહીં
મુસાફરી દરમિયાન તળેલું ખાવાનું ટાળો, કેમકે તેનાથી સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા વધી શકે છે. જો તમે ટ્રેનની મુસાફરી કરી રહ્યા છો તો રસ્તામાં જ્યારે સ્ટેશન પર ટ્રેન ઊભી રહે છે તો ઘણા સ્થળો પર સમોસા અને બટેકા ચિપ્સ જેવી વસ્તુ ખુલ્લામાં વેચાય છે.
માસ અને ચિકન ખાશો નહિ
મુસાફરી દરમિયાન ફક્ત તળેલું જ નહિ પરંતુ માસ અને ચિકન જેવી વાનગીઓ ખાવાનું ટાળો. કેમકે તે વાનગીઓ વધારે તેલ, મસાલાથી બનેલી હોય છે અને મુસાફરી દરમિયાન ઘણીવાર સારી રીતે ઊંઘ ન આવવા પર તેને પચાવવું મુશ્કેલ થઈ શકે છે. જો તમે બહારથી ચિકન અથવા માસ પાર્સલ કરવી રહ્યા છો તો તેને ખાવાથી તમને ફૂડ પોઇજીંગ પણ થઈ શકે છે અથવા તમે લુઝ મોશન અથવા એસિડિટીના શિકાર પણ બની શકો છો.
ઇંડા અને દૂધ
ઇંડા પ્રોટીનથી ભરપૂર હોય છે. ઈંડા પ્રકૃતિમાં ગરમ હોય છે, તેથી જો તમે મુસાફરી દરમિયાન ઇંડા ખાવ છો તો તેને પચાવવામાં મુશ્કેલી પડી શકે છે. સાથેજ, આમલેટ જો વધારે મોડે સુધી પાર્સલ કરીને રાખવામાં આવે તો તે ખૂબ ઝડપથી ખરાબ થઈ શકે છે.
અથાણું ખાશો નહિ
મુસાફરી દરમિયાન અથાણું ખાવું નહિ કેમકે, અથાણું ખાવાથી પેટમાં એસિડિટી વધી શકે છે જેના કારણે તમને એસિડિટી, ગેસ, ખાટા ઓડકાર આવવા જેવી સમસ્યા થઈ શકે છે. ટ્રેન અથવા બસની મુસાફરી દરમિયાન તમે બાફેલું અથવા શેકેલું ખાવાનું જ ખાઓ, કેમકે તે તમારા સ્વાસ્થય માટે યોગ્ય રહેશે. તેથી મુસાફરી દરમિયાન તમે નાસ્તામાં સુકો ચેવડો, સેવ, મઠરી, નમકપારા , મીઠું ચડાવેલી મગફળી, શેકેલા ચણા, તળેલી ચણાની દાળ, ખાખરા, બિસ્કીટ અને ચક્રી જેવી વસ્તુ લઈ શકો છો. તેને તમે સુકી ચટણી સાથે ખાઈ શકો છો, કેમકે તે જલદી ખરાબ થતી નથી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.