પ્રીતિ ઝિન્ટા બોલીવુડથી ભલે દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમે ચાહકોને ટ્રિટ કરતી રહે છે. તાજેતરમાં જ IPLમાં જોવા મળેલી પ્રીતિ ઝિન્ટાએ આજે તેના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે તે અને તેના પતિ જેન ગુડનફ આજે તેના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે તે અને તેના પતિ જેન ગુડનફ આજે પેરેન્ટ્સ બની ગયા છે. બે જુડવા બાળકોની કિલકારીઓ તેમના ઘરમાં ગુંજી ઉઠી છે. સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરતી વખતે તેણે ઘરમાં આવનારા નવા મહેમાનોના નામ પણ જાહેર કર્યા છે. પ્રીતિ ઝિન્ટા 46 વર્ષની ઉંમરે સરોગસી દ્વારા જુડવા બાળકોની માતા બની હતી.
View this post on Instagram
ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા સારા સમાચાર
પ્રીતિ ઝિન્ટાએ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ બંને પર આ સારા સમાચાર શેર કરી પોતાની આ સફર શેર કરી છે. તેણે તેના પતિ જેન ગુડઇનફની સાથે તેની એક ખૂબ સુંદર ફોટો શેર કરી પોસ્ટ શેર કરી છે.
દીકરા-દીકરીનું નામ શેર કર્યું
પ્રીતિ ઝિન્ટાએ લખ્યું – હું બધાની સાથે આજની સૌથી મોટી ખુશખબરી શેર કરવા ઈચ્છું છુ. જેન અને હું ખૂબ ખુશ છીએ અને અમારા હદય કૃતજ્ઞતા અને પ્રેમથી ભરાય ગયા છે કેમકે અમે અમારા જુડવા બાળકો જય ઝિન્ટા ગુડઇનફ અને જીયા ઝિન્ટા ગુડઇનફનું અમારા પરિવારમાં સ્વાગત કરી રહ્યા છીએ.
ડોકટર અને નર્સનું ધન્યવાદ કર્યું
તેમણે આગળ લખ્યું – અમે જીવનના આ નવા તબક્કાને લઈને ખૂબ ઉત્સાહી છીએ. હું ડોકટર, નર્સ અને અમારી સરોગેટને આ સુંદર સફર માટે આભાર કેહવા ઈચ્છું છુ. ‘તમારા બધાનો ઘણો બધો પ્રેમ’. તેની સાથે તેણે ઘણા ઈમોજી પણ શેર કર્યા છે.
લગ્નના 5 વર્ષ પછી ઘરમાં કિલકારી ગુંજી
જેન ગુડઇનફ અને પ્રીતિ ઝિન્ટાના લગ્નના 5 વર્ષ પછી તેના ઘરે આ ખુશીઓ આવી છે. આ સારા સમાચારને સાંભળ્યા પછી ચાહકો સતત તેમને સતત અભિનંદન આપી રહ્યા છે. પ્રીતિ ઝિન્ટાએ જેન ગુડઇનફ સાથે 29 ફેબ્રુઆરી 2016 માં લોસ એન્જલસમાં લગ્ન કર્યા હતા.
ગુપ્ત લગ્ન કર્યા હતા
જેન ગુડઇનફ ઉંમરમાં પ્રીતિ ઝિન્ટાથી 10 વર્ષ નાના છે. તે અમેરિકન નાગરિક છે. બંનેએ ગુપ્ત લગ્ન કરી લીધા હતા. વિદેશી ધરતી પર બંનેએ શાહી રાજપૂત અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 6 મહિના પછી સોશિયલ મીડિયા પર બંનેના ફોટા શેર કર્યા હતા. જેન વ્યવસાયે લોસ એન્જલસમાં ફાઈનેંશિયલ એનાલિસ્ટ છે. બંને યુએસમાં રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.