શું તમે લગ્નની ગિફ્ટ ખરીદવા જઈ રહ્યા છો?? તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું


Image Source

લગ્નના ગિફ્ટની ખરીદી કરવા જઈ રહ્યા છો તો કેટલીક જરૂરી બાબતોનું હંમેશા ધ્યાન રાખો. તેનાથી તમે બિનજરૂરી ખર્ચ થી બચી શકો છો.

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં કપડા-ઘરેણા જ નહીં પરંતુ ગિફ્ટની પણ ખરીદી શરૂ થઈ જાય છે. ખાસ કરીને જો લગ્ન ઘરના કોઈ સભ્યના હોય છે તો આ વાત પર વિચારવું વધારે જરૂરી બની જાય છે કે વર કન્યાને ભેટમાં શું આપવું જોઈએ?તમને જણાવી દઈએ કે ભારતીય લગ્નમાં મોંઘા ગિફ્ટ આપવાનો રિવાજ ઘણો જૂનો છે, પરંતુ હવે સમય ઘણો બદલાઈ ગયો છે, આવી સ્થિતિમાં બજેટની સાથે જરૂરિયાતનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે.

તેમજ ઘણા લોકોને લગ્નના ગિફ્ટની ખરીદીમાં સમય વધારે લાગે છે. વાસ્તવમાં, આવું એટલા માટે થાય છે કેમકે લોકો ભેટને લઈને ઘણા મુંઝવણમાં રહે છે, આવી સ્થિતિમાં આપણે પેહલા નક્કી કરી લો, તો પૈસા અને સમય બંનેનો બચાવ થઈ શકે છે. તેથી લગ્નના ગિફ્ટની ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.


Image Source

લગ્નના ગિફ્ટ ની પસંદગી
લગ્નના ગિફ્ટમાં શું આપવું, તે સૌથી મોટો સવાલ હોય છે. તમે તેના વિશે વર કે કન્યા સાથે પ્રશ્ન પણ કરી શકતા નથી. આ ઉપરાંત બીજાને પૂછવા પર તે તમને અલગ આઈડિયા આપી શકે છે. આ રીતે મુંઝવણ ઘણી વધી જાય છે, તેથી સારું છે કે તમે જાતે નક્કી કરો કે લગ્ન પછી વર-કન્યાને કઈ વસ્તુની જરૂર વધારે પડે છે. તેને ધ્યાનમાં રાખીને ગિફ્ટની ખરીદી કરો. આ ઉપરાંત ગિફ્ટ તે આશાથી આપવી નહિ, કે તે તમને પાછી મળી જશે. ગિફ્ટ સારી અને જરૂરતને ધ્યાનમાં રાખીને આપો.


Image Source

કેસ રજીસ્ટરનો વિકલ્પ પસંદ કરો
લગ્નમાં ગિફ્ટ તરીકે કેસ રજિસ્ટ્રી નો વિકલ્પ પસંદ કરી શકો છો. લગ્નના ગિફ્ટની ખરીદી કરતા પેહલા તમે ઇચ્છો તો કેસ રજિસ્ટ્રી નો વિકલ્પ પસંદ કરી શકો છો. ખરેખર, આજકાલ ડેસ્ટીનેશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં સાથે ગિફ્ટ લઈ જવી ઘણી જૂની ફેશન થઈ ગઈ છે. તમે ઇચ્છો તો કેસ રજિસ્ટ્રી નો વિકલ્પ પસંદ કરી શકો છો. કેસ રજિસ્ટ્રી કરવાથી નવવિવાહિત યુગલ તેની પસંદ અને જરૂરિયાત મુજબ વસ્તુ ખરીદી શકે છે. તેમજ યુગલ પણ ઈચ્છે તો આ પૈસાને આવનારા સમય માટે બચાવ પણ કરી શકે છે.

ખરીદી પેહલા બજેટ નક્કી કરો
લગ્નના ગિફ્ટની ખરીદી કરતા પેહલા બજેટ નક્કી કરી લો. ખરેખર, ઘણીવાર બજારમાં ખરીદવા બીજું જઈએ છીએ અને ખરીદીને કઈક બીજું લાવીએ છીએ. બજારમાં વસ્તુઓ અલગ અલગ પ્રકારની હોય છે, જેને લઇને ઘણી મુંઝવણ થાય છે. જો તમે બજેટ નક્કી કરશો, તો તમે મુંઝવણમા નહિ આવો અને તેટલી જ કિંમતમાં તમે ગિફ્ટ ખરીદીને લાવશો. આ રીતે તમે અતિરેકથી પણ બચી શકો છો.


Image Source

ઓફલાઈન અને ઓનલાઈન તપાસો
ઘણીવાર આપણે લગ્નના ગિફ્ટની ખરીદી બાકી રહેલા સમયમાં કરીએ છીએ, આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો ઓફલાઇન અને ઓનલાઇન બંનેનો વિકલ્પ પસંદ કરી શકો છો. ખરેખર, ઘરના લગ્નમાં ઘણી તૈયારી કરવી પડે છે. ઓફલાઈન ખરીદીમાં ઘણો સમય લાગે છે, આવી સ્થિતિમાં તમે સમયને બચાવવા ઈચ્છો છો તો ઓનલાઇન ખરીદી કરી શકો છો. તેમજ જો તમે નક્કી કરી લીધું છે કે તમારે વર કન્યાને ભેટ તરીકે શું આપવાનું છે, તો તેને ઓનલાઇન પેહલા તપાસ કરી લો. ત્યારબાદ સમય હોય તો ઓફલાઇન ખરીદી કરી શકો છો.

કૃપા કરીને ગુણવત્તાની તપાસ કરો
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે લોકો લગ્નમા ગિફ્ટ રૂપે એક નહિ ઘણી વસ્તુઓ આપે છે. પરંતુ જ્યારે તેને પછી તપાસ કરવામાં આવે તો ઘણી વસ્તુઓ ખરાબ અથવા તો ઉપયોગમાં આવતી નથી. તેનાથી ઈમેજ ખરાબ થાય છે, તેથી એક સાથે ઘણી બધી વસ્તુઓ ગિફ્ટમાં આપવાને બદલે એક જ વસ્તુ ખરીદી અને તેને ગિફ્ટ કરો. પ્રયત્ન કરો કે ખરીદી કરતી વખતે લગ્નના ગિફ્ટને સરખી રીતે તપાસ કરી લો. તેની ગુણવત્તા સારી હોવી જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *