શું તમે મગફળી ખાવાના શોખીન છો!! જાણો એક દિવસમાં કેટલી માત્રામાં મગફળી ખાવી યોગ્ય રહેશે

Image Source

શિયાળામાં મગફળી ખાવાની કઈક જુદી જ મજા હોય છે. ક્યારેક ધાબળો ઓઢીને તો ક્યારેક તડકો લેતી વખતે આપણને ઘણીવાર મગફળીની છાલ કાઢીને ખાવી ગમે છે. પરંતુ ઘણી વાર એવું બને છે કે લોકો મગફળીની કોથળી એક જ વારમાં લઈને બેસી જાય છે અને વાત કરતા-કરતા ક્યારે પૂરી થઈ જાય છે તેની આપણને ખબર પણ હોતી નથી. પરંતુ શું તમે જાણો છો કે એક સમયે ઘણી બધી મગફળીનું સેવન કરવું સમસ્યાનું કારણ બની શકે છે. જો કે મગફળીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ એક સમયે મગફળીનું વધુ પડતું સેવન કરવાથી ઘણી આડઅસર પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ વધુ પડતી મગફળી ખાવાથી થતા નુકસાન અને તેની માત્રા વિશે –

Image Source

આ ફાયદાઓ મળે છે

મગફળી શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મગફળી પ્રોટીન, ચરબી, ફાઈબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે સ્વસ્થ ચરબીનો એક સ્ત્રોત છે જે તમને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં મેગ્નેશિયમ, ફોલેટ, કોપર અને આર્જિનિન જેવા ખનિજો હોય છે. પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે મગફળીને નિયમિતપણે ભોજનમાં સમાવેશ કરવી ફાયદાકારક છે. તે ચિક્કી, પીનટ બટર જેવી ઘણી રીતે ભોજનમાં સમાવેશ કરી શકાય છે અથવા તમે નટસ લઈ શકો છો.

Image Source

કેટલી મગફળી ખાવી જોઈએ

વધુ પડતી મગફળીના નુકસાન વિશે જાણતા પહેલા તમારે એ ચોક્કપણે જાણી લેવું જોઈએ કે એક દિવસમાં કેટલી મગફળીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે નટસ ખાતા હોવ તો દિવસમાં એક મુઠ્ઠી મગફળી પૂરતી છે. જો તમે તમારી બ્રેડ પર પીનટ બટરનો ઉપયોગ કરી રહ્યા છો, તો દિવસમાં 2 મોટી ચમચી પીનટ બટર ખાઈ શકો છો. મગફળી ખાવાનો શ્રેષ્ઠ સમય સાંજે નાસ્તા રૂપે છે.

Image Source

પોષક તત્ત્વોના શોષણમાં સમસ્યાઓ

મગફળી ફોસ્ફરસનો એક ઉત્તમ સ્ત્રોત છે, જેને ફાયટીક એસિડ અથવા ફાયટેટ તરીકે સંગ્રહિત કરવામાં આવે છે. એક જ સમયે વધુ પડતું ફાયટેટ લેવાથી આયર્ન, ઝિંક, કેલ્શિયમ અને મેંગેનીઝ જેવા અન્ય ખનિજોનું શરીરમાં શોષણ બાધિત કરી શકે છે. સમયની સાથે આ પોષક તત્વોની ઉણપ પણ ઉત્પન્ન કરી શકે છે અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દરવાજા ખોલી શકે છે. તેટલું જ નહીં, મગફળીના વધુ પડતા સેવનથી લોકોને એલર્જીની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

Image Source

પેટની સમસ્યા

એકજ વારમાં ખૂબ વધારે મગફળીનું સેવન કરવાનું એક નુકશાન એ પણ છે કે તેનાથી વ્યક્તિને પેટને લગતી સમસ્યા પણ થઈ શકે છે. મગફળીના વધુ સેવનથી કબજિયાત, ઝાડા અને બળતરા વગેરે થવું એ ખૂબ સામાન્ય સમસ્યા છે. તેથી જો તમે પેહલાથી જ પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાઓ છો, તો મગફળી લેતી વખતે તેની માત્રાનું વિશેષ રીતે ધ્યાન આપો.

Image Source

એલર્જી થઈ શકે છે

મગફળીથી એલર્જી થવી ઘણી સામાન્ય છે, ખાસકરીને બાળકો માટે. મગફળીની થોડી માત્રા પણ કેટલાક લોકોમાં પ્રતિક્રિયા પેદા કરી શકે છે અને તેના કેટલાય લક્ષણો હોય શકે છે: વહેતું નાક, ગળા અને મોંમાં બળતરા, ચામડીની સમસ્યાઓ, શ્વાસ લેવામાં તકલીફ અને પાચન સબંધિત સમસ્યાઓ. આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, નહીતર તે જીવલેણ બની શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *