બાળકોના મનપસંદ આહારમાંથી એક છે પીઝા, જે તેને ખુબ જ પસંદ આવે છે. પરંતુ લોકડાઉનના આ સમયમાં જયારે પણ બધી હોટલો બંધ હોઈ ત્યારે બહાર થી પીઝા લાવવા ખુબ જ મુશ્કેલ છે. એવામાં આજે અમે તમારા માટે ઘરે જ ‘બેસન પીઝા’ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ, જે બાળકોનો દિવસ સ્પેશિયલ બનાવી દેશે. તો આવો જાણીએ આ રેસેપી વિષે …
સામગ્રી –
- બેસન – 500 ગ્રામ
- દહીં – 150 ગ્રામ
- બેકિંગ સોડા – 10 ગ્રામ
- ખાંડ – એક ચપટી
- નમક – 2 ચમસી
- પાણી – 100 મિલી
- ઓલીવ ઓઈલ – 1 ટેબલસ્પુન
- ચીલી ફ્લેક્સ – 1 ટેબલસ્પુન
- ચાટ મસાલો – 1 ટેબલસ્પુન
- ટોમેટો સોસ – 160 ગ્રામ
- મોજરેલા ચીઝ – 1 કપ
- ગાજર – અડધો કપ ઝીણો સમારેલો
- શિમલા મિર્ચ – અડધો કપ ઝીણો સમારેલી
- ડુંગળી – અડધો કપ ઝીણી સમારેલી
- ટામેટા – અડધો કપ ગોળ ટુકડામાં કાપેલા
બનાવાની રીત
- એક વાસણમાં બેસન. દહીં, નમક, તેલ અને બેકિંગ સોડા નાખી સારી રીતે મિક્સ કરી લો,
- બધું વસ્તુઓને બરાબર મિક્ષ કરી, એક ઘટ્ટ બટર બનાવો અને અડધા કલાક સુધી તેને ઢાંકીને રાખો.
- અડધા કલાક પછી, એક પેન પર થોડું તેલ લગાવી ગ્રીસ કરી અને તેને ગરમ કરી લો. જયારે તવી ગરમ થઈ જાય ત્યારે તેના પર સર્વિંગ સ્પુનની મદદથી બટર નાખી ફેલાવી દો. ધ્યાન રહે કે તેને પતલુ ના થવા દેવું, પીઝા બેઝની રીતે જડાઈમાં ફેલાવો.
જયારે તેનો ઉપરથી કલર અલગ થવા લાગે ત્યારે તેને ઢાંકી પાંચ મિનીટ સુધી પકાવી લો. ત્યારબાદ તેને પલટાવી પાંચ મિનીટ સુધી સેંકી લો. ત્યારબાદ તેની ઉપર એક સ્પુન જેટલો સોસ ફેલાવી દો. ત્યારબાદ તેની ઉપર બધી શાકભાજીઓ, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો અને ચીજ નાખી ચીજને મેલ્ટ થાય ત્યાં સુધી પકાવી લો. ત્યારબાદ તેને કટરથી કાપી સર્વ કરો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team