રીક્ષા ચલાવનારનો પુત્ર બન્યો આઇએએસ ઓફિસર, મળ્યો 21 વર્ષમાં યુવા ડીએમ બનવાનો ખિતાબ


ખાસ કરીને આપણે એ જ જોયું છે. કે ભણતર કરનાર વિદ્યાર્થી 20-21 વર્ષની ઉંમરમાં પોતાના જીવનનું લક્ષ્ય નિર્ધારિત કરે છે. અને પોતાના જીવનને સફળ બનાવવા માટે સંઘર્ષ કરવાનું શરૂ કરે છે. આજે અમે વાત કરીશું એવા વ્યક્તિની જેમને ખૂબ જ ઓછી ઉંમરમાં તમામ તકલીફનો સામનો કરીને આઈ.એ.એસ બનવાની સફર પૂરી કરી છે.


કોણ છે તે વ્યક્તિ?
અમે અંસાર અહમદ શેખની વાત કરી રહ્યા છે. જે મૂળ રૂપથી મહારાષ્ટ્રના જિલ્લાના શેલગાવ ગામના રહેવાસી છે. તેમનો જન્મ 1 june 1995 માં થયો છે. અને તારે બારમા ધોરણમાં 91 ટકા પ્રાપ્ત કર્યા તથા બારમા ધોરણ બાદ પુણેના ફર્ગ્યુસન કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં બી.એ.ની ડિગ્રી મેળવીને તેઓ તેમના પરિવારના પ્રથમ સ્નાતક બન્યા.


પિતા ચલાવે છે ઓટો રીક્ષા
અંસાર શેખ ખૂબ જ ગરીબ પરિવારમાંથી જોડાયેલા હતા, તેમનો પરિવાર ક્યારેક બીપીએલ શ્રેણીમાં રહેતો હતો તેમના પિતા ખૂબ જ ગરીબીમાં પોતાના બાળકોને ભણાવતા હતા. તમને જણાવી દઈએ કે તેમના પિતા અહમદ શેખ પોતાના પરિવારના ભરણપોષણ માટે ઓટો રિક્ષા ચલાવતા હતા અને માતા અજામત શેખ ખેતી ની મજૂરી કરતા હતા.


નાના ભાઈએ કરી પણ ભણવામાં મદદ
અંસાર શેખના ઘરમાં ગરીબીના કારણે એક એવી પરંપરા બનેલી હતી કે તેમના પિતા પોતાની દીકરીઓના લગ્ન ઓછી ઉંમરમાં જ કરી દેતા હતા. પારિવારિક ગરીબી વધુ હતી અને એ જ કારણે તેમના ભાઈએ છઠ્ઠા ધોરણમાં જ પોતાનું ભણતર છોડી દીધું હતું અને પોતાના કાકાના ગેરેજમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. બારમા ધોરણમાં સારા અંક મેળવ્યા બાદ જ્યારે ansar shaikh નુ એડમિશન પુણેના ફર્ગ્યુસન કોલેજમાં થયો ત્યારે તેમના પિતા તેમના ભણતર નો ખર્ચો ઉઠાવી શક્યા નહીં ત્યારે તેમના નાનાભાઈ 6000 રૂપિયા દર મહિને આપીને તેમના ભણતરમાં મદદ કરી.


પ્રોફેસરના કહેવાથી કરી યુપીએસસીની તૈયારી
બારમા ધોરણ પછી જ્યારે અંસાર શેખનું એડમિશન ગોરધન કોલેજમાં થયો તે સમયથી જ તેમના કોલેજના પ્રોફેસરે તેમની અંદર છુપાયેલું કાબેલિયતને ઓળખી લીધી તથા પહેલા વર્ષથી જ તેમને યુપીએસસીની તૈયારી કરવાની સલાહ આપી. ત્યારબાદ તેમને યુપીએસસીની તૈયારી કરવા માટે એક કોચીંગ કલાસ જોઈન્ટ કર્યો અને મન લગાવીને મહેનત કરી.


કામયાબી હાસિલ કરી
પોતાની મહેનતના આધારે અંસાર શેખ યુપીએસસીની પરીક્ષા 2015 માં 361મો રેન્ક હાંસલ કરીને ૨૧ વર્ષની ઉંમરમાં આઇએએસ ઓફિસર બન્યા. તે પોતાના ઉંમરનો એવો સમય હતો જે ઉંમર માં બીજા બાળકો પોતાના જીવનનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં પડયા હોય છે.


સૌથી ઓછી ઉંમરમાં આઈએએસ અધિકારી બન્યા
અંસાર શેખ એ પોતાની મહેનત અને સંઘર્ષના કારણે 21 વર્ષની ઉંમરમાં જ સફળતા મેળવી અને તે દેશના સૌથી ઓછી ઉંમરના આઈએએસ અધિકારી બન્યા તેની સાથે જ તે ઓછી ઉંમરમાં આઈએએસ બનતા યુવાઓની સૂચિમાં પણ સામેલ થઈ ગયા.


બંગાળ કેડરના બન્યા આઈએએસ અધિકારી
અંસાર અહેમદ શેખ પશ્ચિમ બંગાળ કેડરના આઇએએસ મિત્રો ક્યાં છે. તેમની પહેલી પોસ્ટીંગ 2016માં એસડીઓ પશ્ચિમ બંગાળના કુચ વિહાર માં થઈ હતી અત્યારે તે એમ.એસ.એમ.ઈ ટેક્સટાઇલ વિભાગમાં ઓએસડી છે.


લોકો માટે બન્યા પ્રેરણારૂપ
મહારાષ્ટ્રના રહેનાર અંસાર શેખ 21 વર્ષની ઉંમરમાં આઈએએસ બનીને ઇતિહાસમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે. તેમની માટે આ સફર સુધી પહોંચવું ખૂબ જ કઠિન કાર્ય હતો કારણ કે આજ સુધી તેમના પરિવારમાં કોઈ જ વ્યક્તિ ગ્રેજ્યુએટ થયું નથી અને તેમની આ કામયાબી સમાજના દરેક લોકો માટે પ્રેરણારૂપ બનેલ છે. તેમને તે કરીને બતાવ્યું અને યોગ્ય દિશામાં કરેલ સંઘર્ષ સફળતાની ચાવી હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *