ભારતમાં હિન્દુ મંદિરો હોવાની સાથે સાથે વિદેશોમાં પણ ઘણા એવા મંદિરો છે, જ્યાં લોકો રોજ પૂજા કરવા માટે અને દર્શન કરવા માટે જાય છે. આ મંદિર પર્યટકો માટે તીર્થ સ્થળના રૂપે સ્થિત છે. જેની સુંદરતા જોઇને દરેક વ્યક્તિ કુતૂહલ પામે છે.
ભારત મંદિરો થી ઘેરાયેલો દેશ છે, એવું એટલા માટે કહેવાય છે કારણકે, તમને દેવી-દેવતાઓના ઘણા હજારો મંદિર જોવા મળશે પરંતુ શું તમે જાણો છો કે, ભારત સિવાય પણ અન્ય ઘણા બધા દેશોમાં દેવી-દેવતાઓના મંદિર સ્થિત છે. વિશ્વમાં પ્રસિદ્ધ આ મંદિરોના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. આજે અમે તમને એ જ મંદિરો વિશે જણાવવાના છે. જે ભારત સિવાય અન્ય દેશોમાં લોકપ્રિય છે. તો ચાલો એ મંદિર વિશે જાણકારી પ્રાપ્ત કરીએ.
1. મુનેશ્વરમ મંદિર, શ્રીલંકા
શ્રીલંકામાં મૂનેશ્વરમ નામનું એક ગામ છે. જ્યાં આ મંદિર ઘણું જ લોકપ્રિય છે. આ મંદિર એટલું મોટું છે કે એના પરિસરમાં તમને પાંચ બીજા મંદિર જોવા મળશે. આ મંદિરમાં માતા કાલિકા અને ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે, શ્રીરામ દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો, ત્યાર પછી એમણે અહીંયા ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. આજ કારણે આ મંદિરને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. અહીંયા ઘણા લોકો મંદિરના દર્શન કરવા અને શિવજીની પૂજા કરવા માટે આવે છે.
2. અંકોરવાટ મંદિર, કંબોડિયા
આ મંદિર કંબોડિયા માં આવેલું છે. જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. હિન્દુ મંદિરમાં આ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરની સ્થાપના 12 મી સદીમાં ના રાજા સૂર્યવર્મા દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની પહોળાઈ 650 ફૂટ અને લંબાઈ 2.5 મીલ છે. મંદિરની આસપાસ ઊંડી ખીણ આવેલી છે. આ મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અંકોરવાટ મંદીર ને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
3. મુરુગન મંદિર ઓસ્ટ્રેલિયા
મુરુગન મંદિર ઓસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં આવેલું છે. આ મંદિર પહાડોના દેવતા મુરુગન ભગવાન માટે બન્યું છે. જો તમને આ મંદિરના દર્શન કરવા હોય તો તમારે ન્યૂ સાઉથ વેલ્સના પહાડ ઉપર જવું પડશે. આ મંદિર અહીંયાના હિન્દુઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.
4. પશુપતિનાથ મંદિર નેપાલ
નેપાલ દેશ ની રાજધાની કાઠમંડૂમાં આ મંદિર આવેલું છે. આ મંદિર વિશ્વના સૌથી પ્રાચીન મંદિરોમાં ગણવામાં આવે છે. જ્યાં પશુપતિનાથના રૂપે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ મંદિરના દર્શન કરવા માટે લોકો દર વર્ષે આવે છે. તમને જણાવી દઈએ કે, યુનેસ્કો દ્વારા આ મંદિરને વિશ્વ વિરાસત સ્થળમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
5. પ્રમ્બાનન મંદિર, ઈન્ડોનેશિયા
આમ તો ઇન્ડોનેશિયામાં ઘણા હિન્દુ મંદિરો આવેલા છે. પરંતુ આ મન્દિર અહીંયાનું સૌથી લોકપ્રિય આ મંદિર છે. આ મંદિરનું નિર્માણ 16મી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરને પણ યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરાયું છે. આ મંદિર ફક્ત ઇન્ડોનેશિયા જ નહીં પરંતુ દક્ષિણ એશિયામાં નું પણ મોટું મંદિર છે.
6. સાગર શિવ મંદિર, મોરીશસ
મોરીશસ મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે, અહીં લોકપ્રિય શિવ મંદિર પવિત્ર ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. આ મંદિરને વર્ષ 2007માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ભગવાન શિવની 108 ફૂટ ઊંચી કાંસા ની પ્રતિમા છે. ભગવાન શિવના દર્શન કરવા માટે અહીં લાખો ભક્તો આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team