આજે દાળની એક એવી રેસિપી અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. જેને તમે એક વાર ખાશો, તો તમને વારંવાર ખાવાનું મન થશે. અમૃતસરના કુલ્ચા જ નહીં પરંતુ દાળ પણ ખૂબ ફેમસ છે. આવો, જાણીયે અમૃતસરી દાળની રેસિપી…
સામગ્રી :
- 1 કપ દાળ
- ચણા દાળ 1/4 કપ
- સ્વાદ પ્રમાણે મીઠુ
- આદુ – લસણની પેસ્ટ 2 ચમચી
- હળદર પાઉડર 1/2 ચમચી
- ઘી 4 ચમચી
- તજ 1 ટુકડો
- જીરું 1 ચમચી
- આદુ લસણની પેસ્ટ 2 ચમચી
- બારીક કાપેલી ડુંગળી 1/2 કપ
- કાપેલા મરચાં 2
- કાપેલા ટામેટા 1 કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ધાણા પાઉડર 1 ચમચી
- જીરા પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- લીલા ધાણા (સજાવટ માટે)
બનાવવાની પધ્ધતિ :
- અડદ દાળ અને ચણા દાળને ધોઈ 4 કપ પાણી, મીઠુ, આદુ લસણની પેસ્ટ અને હળદર સાથે કૂકરમાં નાખો.
- 4-5 સીટી વાગે ત્યાં સુધી રાખો. ગેસ બંધ કરો અને કુકરનું પ્રેશર જાતે જ નીકળવા દો.
- દાળને સરખી રીતે મેશ કરી દો. કઢાઇમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને દાળ નાંખો.
- થોડીક વાર પછી કઢાઈનાં આદુ લસણની પેસ્ટ નાંખો અને ડુંગળી નાંખો.
- ડુંગળીને સરખી રીતે ચડવો. હવે કઢાઈમાં લીલા મરચા અને ટામેટા નાખી મિક્સ કરો.
- જયારે ટામેટા સરખી રીતે ચડી જાય પછી કઢાઈમાં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા પાઉડર, જીરા પાઉડર અને ગરમ મસાલા પાઉડર નાખી મિક્સ કરો. 3-4 ચમચી પાણી કઢાઈમાં નાંખો.
- ધીમા તાપે મસાલાઓને સરખી રીતે મિક્સ કરી લો. દાળને હવે કઢાઈમાં નાખી મિક્સ કરો.
- 4 થી 5 મિનિટ સુધી મધ્યમ ગેસ ચાલુ રાખીને દાળને મસાલા સાથે ચડવો.
- ગેસ બંધ કરી દો. લીલા ધાણાથી સજાવો. નાન અથવા પરોઠા સાથે પીરસો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર