અળસીની પિન્ની સ્વાસ્થ્યથી ભરપૂર આઇટમ છે. હરિયાણા અને પંજાબમાં અળસીની પિન્નીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અળસીના શરીર ને ફાયદા પહોંચાડતા ગુણો વિશે તો આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ, હૃદયના સ્વાસ્થ્ય થી લઈને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પણ અળસી ગુણોથી ભરપૂર હોય છે. શિયાળામાં જો પીન્નીના રૂપે અળસીનો પ્રયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદા પહોંચાડે છે. તમે પણ આસાનીથી અળસીની પિન્નીને ઘરે તૈયાર કરી શકો છો.
અત્યાર સુધી જો તમે અળસીની પિન્ની નો સ્વાદ ચાખ્યો નથી તો કોઈ વાંધો નહિ, અમે તમને તેને ઘરે જ તૈયાર કરવાની આસાન રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ઘરે જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય થી ભરપૂર અળસી ની પિન્ની બનાવી શકો છો.
અળસીની પિન્ની બનાવવાની સામગ્રી
અળસી – 4 કપ | ઘઉંનો લોટ – 4 કપ | દેશી ઘી – 1/2 કિગ્રા | ગોળ – 4 કપ | બદામ – 1 કપ | કાજુ – 1 કપ | પિસ્તા – 1 ચમચી | કિસમિસ – 1 ચમચી | ગુંદર – 100 ગ્રામ | એલચી – 15
અળસીની પિન્ની બનાવવાની રીત
અળસીની સ્વાદિષ્ટ પિન્ની બનાવવા માટે સૌપ્રથમ અળસીને લો, અને તેને યોગ્ય રીતે સાફ કરી લો. હવે ગેસ ઉપર મીડીયમ આંચ ઉપર એક કઢાઈ મુકો, અને તેમાં અળસીને નાખીને શેકો. જ્યારે અળસી તતડવા લાગે ત્યારે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો.
ત્યારબાદ અળસીને મિક્સર ની મદદથી બારી પીસો, હવે એક કડાઈમાં ૨ કપ ઘી નાખો અને મીડીયમ ફ્લેમ ઉપર ઘી ને પીગળવા દો, જ્યારે ઘી પીગળી જાય ત્યારે તેમાં ઘઉંનો લોટ નાખો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ લોટને એક અલગ વાસણમાં મૂકી ને રાખો.
હવે ગુંદરને લો અને તેને ઘીમાં ફ્રાય કરો, જ્યારે ગુંદર ફૂલી જાય અને તેનો રંગ લાઈટ બ્રાઉન થઈ જાય. ત્યારે એક વાસણમાં બહાર કાઢો ગુંદર ઠંડો થઈ જાય ત્યારે તેને કોઈ વાસણમાં વેલણથી અથવા ભારે વસ્તુ થી દબાવીને ઝીણો કરો. ત્યારબાદ થોડું ઘીમાં પીસેલી અળસી નાખી ને ધીમી આંચ પર હલાવો અને ફ્રાય કરો. થોડા સમય પછી અળસી માંથી સુગંધ આવવાની શરૂ થઈ જશે, ત્યારબાદ તેને એક વાસણમાં બહાર કાઢો.
હવે એક કઢાઈમાં અડધો કપ પાણી નાખીને ગરમ કરો, ત્યારબાદ આ પાણીમાં ગોળને ઝીણો સમારીને નાખો. આ દરમિયાન ગેસ મીડીયમ પર રાખો, જ્યારે ગોળ યોગ્ય રીતે ઓગળી જાય અને એક તારની ચાસણી બની જાય તે વખતે ગેસ બંધ કરો. હવે આ ચાસણીમાં શેકેલો ઘઉંનો લોટ અળસી, કાપેલા સુકામેવા( કાજુ,બદામ,પિસ્તા), ઈલાયચી પાવડર અને હળદર નાખીને સારી રીતે મિક્સ કરો. જ્યારે આ મિશ્રણ થોડું ગરમ રહે ત્યારે હાથથી દબાવીને તેને લાડુનો આકાર આપો.
આ રીતે શિયાળા માટે સ્વાદિષ્ટ પિન્ની બનીને તૈયાર થઈ ગઈ છે, લાંબા સમય સુધી તેને ફ્રેશ રાખવા માટે એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team