વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખી કરવા માટેના ઘણા ઉપાય જણાવ્યા છે. આજે અમે વાત કરી રહ્યા છે નોકરી સાથે જોડાયેલ કેટલાક ઉપાય વિષે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને સારી નોકરી મળે પણ ઘણીવાર લાખો પ્રયત્ન કરવા છતાં પણ જોઈએ એવી નોકરી મળતી નથી. વાસ્તુનું માનીએ તો આનું કારણ તમારું ખરાબ વાસ્તુ પણ હોય શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે મનગમતી નોકરી મેળવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં કયા ઉપાય જણાવેલ છે.
ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. જો નોકરી મળતી ન હોય તો ઘરની ઉત્તર દિશાની દિવાલ પર મુખ્ય અરીસો લગાવવો જોઈએ. ધ્યાન રાખો કે અરીસો મોટો હોવો જોઈએ જેમાં તમારું આખું શરીર જોઈ શકાય. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી જલ્દી જ નોકરી મળી શકે છે.
વાસ્તુ અનુસાર ઘરના શયન કક્ષમાં સૌથી વધુ પીળા રંગનો ઉપયોગ કરો. હિન્દુ ધર્મમાં પીળા રંગને ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર આ બંને દેવતાઓની કૃપયા થઈ જાય છે તેમને નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ રહે છે.
જ્યારે પણ ઇંટરવ્યૂ આપવા માટે જાવ તો સાથે લાલ રંગનો રૂમાલ રાખો. પ્રયત્ન કરો કે એ દિવસે વધુથી વધુ ઉપયોગ લાલ રંગના કપડાંનો અને વસ્તુનો વપરાશ કરો. માન્યતા છે કે આમ કરવાથી સફળતા મળવાની સંભાવના વધી જાય છે.
ઘરનો મધ્ય ભાગ બ્રહ્મ સ્થાન કહેવાય છે. સાથે સાથે આ ભગવાન બૃહસ્પતિનું સ્થાન હોય છે, એવામાં ઘરના મધ્ય ભાગમાં વજન વાળો ભારે સામાન ના મુકશો. આ સ્થાન જેટલું ખાલી રહેશે એટલું તમારું કરિયર માટે લાભદાયી રહેશે.
વાસ્તુ અનુસાર એક મુખી, દસ મુખી કે અગીયાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી નોકરીમાં આવી રહેલ સમસ્યા દૂર થઈ જશે.
નોકરી માટે ઇંટરવ્યૂ આપવા નીકળો તો ગણપતિજીની પૂજા જરૂર કરો. તેમને સોપારી ચઢાવો અને પ્રસાદના રૂપમાં પણ આ સોપારી ગ્રહણ કરો. સાથે જ ઘરથી નીકળતા સમયે હમેશાં જમણો પગ જ પહેલા બહાર કાઢો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team