અચાનક ક્યારેક ઓ કોઈ ગરોળી તમારી પર પડે તો તમે તરત જ તેણે હાથથી ઝાટકીને ઉતારી દેશો. પણ જ્યોતિષ શાસ્ત્રમાં ગરોળીને તમારા શરીર પર પડવી એની સાથે અમુક શુભ અને અશુભ બંને સંકેત જોડાયેલ છે. ચાલો તમને જણાવી દઈએ કે શરીરના કયા અંગ પર ગરોળી પડવી છે શુભ.
ઉનાળાની ઋતુમાં ગરોળીઓ દિવાલોની સાથે નીચે જમીન પર પણ અહીં-ત્યાં ફરતી જોવા મળે છે. ઘણા લોકોને જો ભૂલથી પણ ઘરમાં ગરોળી દેખાય જાય છે તો તેઓ ખૂબ ડરી જાય છે. બીજી તરફ જો તમારા પર અચાનક કોઈ ગરોળી પડી જાય તો તમે તરત જ તેને તમારા હાથથી હટાવો છો પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં ગરોળી તમારા શરીર પર પડવા સાથે કેટલાક શુભ અને અશુભ સંકેતો જોડાયેલા છે. તો ચાલો જાણીએ ગરોળી શરીરના કયા ભાગ પર પડે છે તે શુભ માનવામાં આવે છે અને કયા ભાગ પર અશુભ માનવામાં આવે છે.
શુભ સંકેત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગરોળીનું વ્યક્તિના માથા પર પડવું શુભ માનવામાં આવે છે. આ સંકેત છે કે તમને કોઈ સંપત્તિ મળવાની છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારી ગરદન પર ગરોળી પડે તો તેનાથી તમારા માન સન્માનમાં વધારો થાય છે. જો ડાબા હાથ પર ગરોળી પડે છે તો તે પણ શુભ માનવામાં આવે છે. બની શકે તમને અચાનક ધનલાભ થશે.
એવું માનવામાં આવે છે કે જો ડાબા કાન પર ગરોળી પડી જાય તો વ્યક્તિની ઉંમર લાંબી થાય છે. તો જો જમણા કાન પર ગરોળી પડવી એ જ્વેલરી ખરીદવાનો અથવા તો મળવાનો સંકેત માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જો ગરોળી આવીને સીધી તમારા નાક પર પડી જાય તો તે તમારું નસીબ ખુલવાનો સંકેત છે.
અશુભ સંકેત
જ્યોતિષના જાણકારો પ્રમાણે કોઈ વ્યક્તિના કપાળ પર ગરોળી પડે છે તો તે અશુભ મનાય છે તેનાથી ધનહાનિ થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિને ડાબા ખભા પર ગરોળી પડે તો તેમના દુશ્મનો સક્રિય થશે એવો સંકેત છે. આ સિવાય ડાબા હાથ પર ગરોળી પડે તો તે સંપત્તિને નુકશાન થઈ શકે છે.
તો માન્યતા એવી પણ છે કે જો કોઈ વ્યક્તિના ડાબા પગના તળિયે ગરોળી પડે તો તેનો અર્થ થાય છે કે તમને વેપારમાં નુકશાન થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team