આપણો દેશ એક ધાર્મિક દેશ છે. આપણાં દેશના ઘણા મંદિરોમાં ચમત્કાર થતાં હોય છે. પણ વિશ્વમાં એવી ઘણી વસ્તુઓ છે જેનું વિજ્ઞાન સાથ કોઈ સંબંધ નથી. ઘણી વાતો વ્યક્તિના વિચાર અને વ્યક્તિની સાંજથી દૂર હોય છે.
એ વાત તો તમને પણ ખબર જ હશે કે જય પણ હનુમાનજી કે રામજી મંદિર હોય છે ત્યાં વાંદરાઑ ઘણા બધા હોય છે. આ એક સામાન્ય વાત છે પણ રાજસ્થાનના અજમેરમાં બજરંગગઢના હનુમાન મંદિરમાં એવું કશુંક છે જેની પર તમે વિશ્વાસ નહીં કરી શકો.
બજરંગગઢના હનુમાન મંદિરમાં કોઈ પૂજારી નથી પરંતુ એક વાનર હનુમાનજીની પૂજા કરે છે. આ વાંદરો સવારે મંદિરમાં હનુમાનજીની પૂજા કરે છે અને સાંજે આ મંદિરની સંભાળ રાખે છે. આ વાનર સાચા હનુમાન ભક્તની જેમ તિલક પણ લગાવે છે અને અહીં દર્શન માટે આવતા ભક્તોને આશીર્વાદ પણ આપે છે.
આ વાનર આરતી વખતે મંદિરમાં ઘંટ પણ વગાડે છે. આ વાનરનું નામ રામુ છે. રામુ આરતી વખતે મંદિરમાં મૂકવામાં આવેલ ઘંટ અને કરતાલ વગાડે છે અને જ્યારે ભજન હોય ત્યારે નૃત્ય પણ કરે છે. મંદિરમાં જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે ત્યારે રામુ ત્યાં બેસીને ચુપચાપ સાંભળે છે.
બજરંગગઢના હનુમાનજી મંદિરના રામુને મંદિરના ચોકીદાર ઓમકાર સિંહ સાથે નજીકનો સંબંધ છે. ઓમકાર સિંહનું કહેવું છે કે રામુ મદારીને છોડીને લગભગ 8 વર્ષ પહેલા અહિયાં આવ્યો હતો. જ્યારે તે મંદિરમાં ફરી રહ્યો હતો ત્યારે તે બહુ બીમાર હતો. એ દરમિયાન ઓમકાર સિંહએ રામુની સારવાર કરી. ત્યારથી બંને ખૂબ નજીકના મિત્ર બની ગયા.
મંદિરમાં આવતા જતાં ભક્તિનું માનવું છે કે રામુ બાલાજીનું સ્વરૂપે આ મંદિરની રક્ષા કરે છે. વજરંગગઢનું આ મંદિર અજમેરમાં આવેલ છે. આ પ્રાચીન મંદિરનો આ નજારો બહુ દુર્લભ છે. રામુને જોઈને લોકો દંગ રહી જાય છે. અજમેર સ્થિત આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિનું મોઢું ખુલ્લુ છે. માન્યતા છે કે ભક્તો દ્વારા આપવામાં આવેલ પ્રસાદ સીધો બજરંગબલીના મુખ સુધી જાય છે.
ભારતના પ્રવાસન સ્થળ અજમેર જવા માટે તમે કોઈપણ હવાઈ માર્ગ, ટ્રેન અને માર્ગ પસંદ કરી શકો છો. તેથી તમે તમારી અનુકૂળતા મુજબ તમારા મુસાફરી વાહનની પસંદગી પણ કરી શકો છો. અજમેર શહેરમાંથી અનેક બસો અને કેબની મદદથી રાજ્યના વિવિધ ભાગોમાંથી મંદિર પહોંચી શકાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team