Image Source
પરીક્ષાના સમયે બાળકો દિવસ રાત ખૂબ મહેનત કરતાં હોય છે. તેઓ ટ્રાય કરતાં હોય છે કે સિલેબ્સ સારી રીતે યાદ કરી લે. પણ તેમ છતાં પેપર લખવાના સમયે જવાબ લખવામાં તેમને ખૂબ તકલીફ થતી હોય છે. લખવાના સમયે જ વિદ્યાર્થી અસલ જવાબ ભૂલી જતો હોય છે. આને લીધે તેના રિઝલ્ટ પર અસર થાય છે. એવામાં જરૂરી છે કે બાળકને લાંબા સમય સુધી બધુ યાદ રહે. આજે અમે યાદશક્તિ વધારવા માટેની કેટલીક ટિપ્સ તમારા માટે લાવ્યા છે. ચાલો જાણી લઈએ.
Image Source
1. ગોખણપટ્ટી.
અવર નવાર બાળક કોઈ વિષયને સમજવા કરતાં ગોખવું વધુ સરળ માનતા હોય છે. તમને જણાવી દઈએ કે આવું કરવું બિલકુલ યોગ્ય નથી. ઘણા બાળકો ગોખણપટ્ટી કરીને સારા નંબર મેળવતા હોય છે પણ દરેક બાળક માટે આ ટ્રિક સાચી પડે એ જરૂરી નથી. આ જ કારણ છે કે ભણવાના સમયે બધા વિષયને સારી રીતે સમજવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી બાળકોને ઘણા લાંબા સમય સુધી બધુ યાદ રહે છે.
2. અમુક વસ્તુઓને આપણાં જીવન સાથે જોડીને શીખવાડો.
ઇતિહાસ જેવા વિષયમાં ઘણી બધી તારીખો હોય છે જએ યાદ રાખવી પડે છે. એવા વિષય બાળકોને જીવન સાથે સંબંધ બતાવીને ભણાવવા જોઈએ. મહત્વની તારીખોને તેમના જન્મદિવસ સાથે જોડીને યાદ કરાવી શકો છો. આ રીતે યાદ કરાવવાથી બાળકો તારીખ ક્યારેય ભૂલશે નહીં.
3. ગીત અને કવિતા બનાવીને યાદ કરાવો.
અંગ્રેજી અને હિન્દી જેવા વિષયોનો અભ્યાસ કરતી વખતે કવિતાઓ યાદ રાખવાની હોય છે. કવિતાને યાદ કરવા કરતાં તેને ગીતની જેમ ગાઈને યાદ રાખવું વધુ સારું રહેશે. આ રીતે યાદ કરવાથી કોઈ કવિતા ભૂલતું નથી. સાથે જ વિજ્ઞાન જેવા વિષયમાં પિરીયડિક ટેબલ જેવી ઘણી બાબતો યાદ રાખવાની હોય છે. આને યાદ રાખવાની શ્રેષ્ઠ રીત એ છે કે ટેબલના પ્રથમ અક્ષરોમાંથી ગીત બનાવવું. તમને ગૂગલ પર પિરિયડિક ટેબલ સાથે સંબંધિત ઘણા ગીતો પણ મળશે. કોઈ પણ ટેબલ કે ટેબલ ગીત બનાવીને લાંબા સમય સુધી યાદ રહે છે.
4. રિવિઝન કરવું જરૂરી.
બાળકો ઘણીવાર પાઠ શીખ્યા પછી તેને ફરીથી વાંચતા નથી. આ કારણોસર, જ્યારે તે પેપરમાં જવાબ લખે છે, ત્યારે અડધાથી વધુ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં, તમે જે વાંચો તે યાદ રાખો તે વધુ સારું છે. વારંવાર વાંચવાથી કોઈપણ વિષય લાંબા સમય સુધી યાદ રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team