લીમડો એક એવું ઝાડ છે જેના દરેક ભાગનો ઉપયોગ ઔષધિના રૂપે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લીમડાના ઝાડમાં સેંકડો રાસાયણિક તત્વ જોવા મળે. લીમડો ભલે સ્વાદમાં કડવો હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે ગુણોનો ભંડાર માનવામાં આવે છે તેના પાન, તેની જડ,લીંબોડી અને તેની ડાળી દરેકના અલગ અલગ જોવા મળે છે.અને તેના જ કારણે આયુર્વેદથી લઈને નવા જમાનાની ઘણી બધી દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
લીમડા ની જેમજ હળદરમાં પણ ઘણા બધા ગુણ જોવા મળે છે તેનો ઉપયોગ સામાન્યથી સામાન્ય વાગી જવાથી લઈને શરદી, પાચન સંબંધિત સમસ્યા, ઘા, સ્નાયુઓ માં દુખાવાની સાથે સાથે જ બીજી ઘણી બધી સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે હળદરમાં ઉપસ્થિત કર્ક્યુમિનોઇડ્સ એક એવું પાવરફુલ યૌગિક છે. જે લગભગ દરેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવાનું કામ કરે છે.
જો લીમડાના ફાયદા ની વાત કરીએ તો તેમાં આંખોના રોગ ભૂખમાં ગુણવત્તાના રોગ પેટના રોગ ડાયાબિટીસ, પેઢાના રોગ વગેરે સામે લડવાની ક્ષમતા હોય છે. તે જ રીતે હળદરમાં સોજાને ઓછો કરવાનું પાચનમાં સુધારો લાવવાનો તથા ઓછો કરવો અને કેંસરથી દૂર રહેવા માટે તથા ચિંતાને દૂર કરનાર ગુણ હોય છે. પરંતુ જ્યારે આ બંને એક સાથે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેનાથી મળતા ફાયદા વધુ વધી જાય છે.
આંતરડાને સાફ રાખવા માટે મદદરૂપ
લીમડા અને હળદરનું સેવન કરવાથી તમને પાચનતંત્ર સાફ રાખવામાં મદદ મળે છે અને ખોટી ખાણી પીણી ના કારણે પેટ અને આંતરડા માં ધીરે ધીરે ઝેરી પદાર્થ જમા થતો જાય છે જે આગળ જઈને ઘણી બધા ગંભીર રોગોનું કારણ બની શકે છે તેથી જ આ મિશ્રણનું સેવન કરવાથી પેટ અને આંતરડાને સ્વસ્થ તથા મજબૂત બનાવવામાં મદદ મળે છે.
સંપૂર્ણ શરીરને મળે છે ઉર્જા
લીમડા અને હળદરનું સેવન તે વાત નક્કી કરે છે કે જો તમે ઉર્જા ઉત્પન્ન કરો છો તો તેનું વિતરણ કેવી રીતે હોય છે લીમડો અને હળદરનું મિશ્રણ તમારી ઊર્જાની વધારવાનું કામ કરે છે ખાલી પેટ ઉપર તમે લીમડા અને હળદરનું સેવન કરો તો ઉર્જા વધારવા માટે તે ચમત્કારિક રૂપે કામ કરે છે.
કેન્સરથી બચાવ કરવા માટે મદદરૂપ
કેન્સર એક ખૂબ જ ખતરનાક બીમારી છે અને તેનાથી દૂર રહેવા માટે તમારે હળદર અને લીમડાના મિશ્રણનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે તેનાથી દૂર રહેવા માટે શરીરની અંદરથી સફાઈ થવી ખૂબ જ જરૂરી છે તેથી ખાલી પેટ હોય ત્યારે હળદરનું સેવન એક ક્લિનઝરની જેમ કામ કરે છે. હળદરની ગાંઠ અને લીમડાની લીંબોળી સવારે ગળી જવાથી એક ક્લીનઝર નું કામ કરે છે અને તમારા શરીરમાં કેન્સરની કોશિકાઓને દૂર કરે છે.
શરદી ખાંસી માટે રામબાણ ઉપાય
શરદી અને ખાંસી જેવા રોગો આપણને દરેક મહિનામાં થતા જ રહે છે અને તેવા દર્દીઓને લીમડો કાળા મરી મધ અને હળદરનું સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે લગભગ ૧૦થી ૧૨ કાળા મરીને ક્રશ કરીને રાત્રે એક થી બે ચમચી મધમાં પલાળો ત્યારબાદ સવારે તેનું સેવન કરો અને માત્ર કાળા મરીને ચાવો. અને થોડી હળદરને મધ ની સાથે ઉમેરીને પણ તેનું સેવન કરવું જોઈએ.
રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે મદદરૂપ
લીમડા અને હળદરમાં એંટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા ગુણ જોવા મળે છે અને તે દરેક વસ્તુ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે શિયાળાની ઋતુમાં ખાસ કરીને કોરોના કાળમાં આ મિશ્રણનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી શકે છે.
કેવી રીતે કરવું લીમડા અને હળદરનું સેવન
ઉપર જણાવેલ દરેક કાયદા લેવા માટે તમારે દરરોજ સવારે ખાલી પેટ અમુક લીમડાના પાન અને હળદર ખાઈને તેની ઉપર ગરમ પાણી પીવું જોઈએ તમે હળદર અને લીમડાનાં પાનને પીસીને તેની નાની નાની ગોળી પણ બનાવી શકો છો અને દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણીની સાથે તેને લઈ શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તેનું સેવન ઓછી માત્રામાં કરો આ મિશ્રણનું વધુ પડતું સેવન તમને નુકસાન પહોંચાડી શકે.
આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે તે કોઈપણ પ્રકારની દવા અથવા ઈલાજ વિકલ્પ નથી વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team