ટોયલેટ સીટ પરની એક ભૂલથી આ બીમારી થઈ શકે છે, ડોકટરે આપી ચેતવણી.

Photo: Getty Images 

એ સાચું છે કે, પુરુષોની સરખામણી માં મહિલાઓમાં UTI નું જોખમ વધુ હોય છે. પરંતુ એના ખૂબ જ ઓછા પ્રમાણ છે કે, એમને ફક્ત ટોઇલેટ સીટ પર બેસવાથી સમસ્યા થઈ શકે છે

ટોયલેટ સીટ નો ઉપયોગ કરતી મહિલાઓ યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન ના સંપર્ક માં આવે છે. ખાસ કરીને જ્યારે એ સાર્વજનિક શૌચાલય નો ઉપયોગ કરતી હોય. એ સાચું છે કે પુરુષો કરતાં મહિલાઓમાં uti નું જોખમ વધુ હોય છે. પરંતુ એના વધુ પ્રમાણ નથી કે ફક્ત ટોયલેટ પર બેસવાના કારણે જ આ સમસ્યા થઈ શકે છે.

Instagram પર ડૉ. ક્યુટેરશ નામના જાણીતા ડૉ. તનાયાએ પોતાની એક પોસ્ટ માં જણાવ્યું હતું કે, ઘણી બધી કંપનીઓ ટોયલેટ સેનેટાઈઝ કરવાની પ્રોડક્ટ વેંચે છે. જેનો ઉપયોગ કરવાથી સીટને કીટાણુ મુક્ત રાખી શકાય છે પરંતુ, એનું ઉત્પાદન તમને UTI થી બચવાના હેતુથી કરવામાં આવતું નથી.

ડો. તનાયા એ એક એક વિડીયો માં જણાવ્યું હતું કે મહિલાઓ જ્યારે ટોઇલેટ સીટ નો ઉપયોગ કરે છે, ત્યારે એમનો યુરિન માર્ગ સંપર્ક માં નથી આવતો, ત્યારે બેક્ટેરિયા ટોયલેટ સીટથી છોડીને મહિલાઓના મૂત્રમાર્ગ સુધી પહોંચતા નથ. પરંતુ યુરિન કર્યા બાદ યુરિન એરિયાની ખોટી રીતે સફાઈ કરવી એ કારણ એના માટે જવાબદાર છે. ત્યારે સફાઈની રીત માં થોડો બદલાવ કરીને તમે UTI ની સમસ્યાથી બચી શકો છો.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે નો ઉપયોગ કર્યા બાદ મહિલાઓ પાછળ થી આગળના ભાગ તરફ વાઈપ કરે છે. આવું કરીને તે બેક્ટેરિયાને પ્રાઇવેટ પાર્ટ સુધી લાવે છે. માટે જો આ ભૂલ કરવામાં ન આવે તો ઘણા અંશે આ જોખમ ઓછું થઈ જાય છે.

પોતાના પોસ્ટની કોમેન્ટ્સ સેક્શનમાં ડૉ. તનાયા એ જણાવ્યું કે, પૂરતી માત્રામાં પાણી પીવાથી અને યુરિન રોકવામાં ન આવે તો પણ UTI નું જોખમ ઘટે છે. એમણે જણાવ્યું કે ડીહાઇડ્રેશન અને યુરિન રોકવું બંને UTI માટે મોટા કારક માનવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *