યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ અહીંયા આશરો લીધો, એમની પાસે ખાવા-પીવાની, મુખ્ય જરૂરિયાતની વસ્તુઓ પણ નથી

  • by

રશિયા દ્વારા યૂક્રેન પર જે યુદ્ધ કરવામાં આવ્યું છે, તેના કારણે યુક્રેનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એવા સમયે એક વીડિયો સામે આવ્યો છે. એ વીડિયો યુક્રેનના ખાર્કિવમાં આવેલી એક યુનિવર્સિટીનો છે. જ્યાં ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ભોયરામાં રક્ષણ માટે આશરો લીધો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વિદ્યાર્થીઓ પાસે ખોરાક કે પાણી પણ નથી

આ વિદ્યાર્થીઓ ભોયરામાં કેવી રીતે રહ્યા છે. એ પોતે જ જાણે છે કારણ કે, એમની પાસે ખાવા-પીવાની વસ્તુ પણ નથી. એમની પાસે રૂપિયા પણ નથી. ઉપરાંત જરૂરિયાતની ચીજવસ્તુઓ નો પુરવઠો પણ પૂરો થઈ ગયો છે. યુક્રેનમાં 18 હજાર જેટલા ભારતીયો ફસાયા છે. જેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ છે. જો કે સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

રશિયાએ યુક્રેન ના 13 સૈનિકોને માર્યા

રશિયા દ્વારા એ સૈનિકોને આત્મસમર્પણ કરવાનું કહેવા માટે આવ્યું હતું. ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ વાત નહીં માનો તો હુમલો કરીશું. એ સમયે યુક્રેનની પોસ્ટ દ્વારા રશિયાના સૈનિકોને અપશબ્દો બોલાયા હતા. જેના કારણે ત્યાં હાજર દરેક જવાનોને રશિયાના સૈનિકોએ મોત ને ઘાટ ઉતારી દીધા હતા.

137 લોકોના મોત નિપજ્યા

રશિયાની કરણ વચ્ચે થયેલા યુદ્ધને કારણે પરિસ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે. રશિયન સેના દ્વારા હાલ ના સમયમાં પણ યુક્રેન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 137 જેટલા લોકોના મોત નિપજ્યા છે. માટે હવે આ બાબતે યુક્રેનના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે.

યુદ્ધ સમયે બધાએ એકલા મુકયાનો કર્યો ઉલ્લેખ

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્તિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, આ યુદ્ધમાં બધાએ અમને એકલા મૂકી દીધા છે. ઉપરાંત તેમણે એમપણ કહ્યું કે, જે લોકોને પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો તેઓ કોઈ હિરોથી ઓછા નથી.

રશિયા દ્વારા શહેરોમાં પણ હુમલો કરાયો

યુક્રેનના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, રશિયાએ પહેલા એવો દાવો કર્યો હતો કે, તે માત્ર સૈન્ય જગ્યાઓ પર જ હુમલો કરશે. પણ, એણે શહેરોમાં પણ હુમલો કર્યો. સાથે તેમણે કહ્યું રશિયા જે રીતે લોકોને મારી રહ્યું છે. એ ખુબ જ ખોટું છે. આ માટે તેને ક્યારેય માફી નહી આપવામાં આવે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓડેસા દ્વીપ પર ના બધા જ સીમા રક્ષણના મોત નિપજ્યા છે, અને રશિયાના સૈનિકો દ્વારા એના પર કબ્જો જમાવી લેવામાં આવ્યો છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *