ઊંઘ પૂરી ન થાય અને સવારની શરૂઆત જો તાજગીથી ભરેલી ન હોય તો દિવસભર એક્ટિવ રહેવું ખુબજ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આ 5 રીતે તમારી સવાર બની શકે છે તાજગી ભરેલી અને સુપર એક્ટિવ.
ઠંડુ પાણી
સવારે ઉંઘમાંથી ઉઠ્યા બાદ માત્ર એક ગ્લાસ ઠંડું પાણી પીવું જોઈએ, તે તમારા શરીરની સુસ્તી ભગાડી દે છે અને માથાની કોશિકાઓને રીફ્રેશ કરીને તેને એક્ટિવ કરવામાં પણ મદદ કરે છે તેનાથી તમે તાજગીનો અનુભવ કરશો.
સ્ટ્રેચિંગ
તમારી સવાર ને સક્રિય અને તાજગી ભરી બનાવવા માટે સૌથી બહેતરીન અને સ્વસ્થ ઉપાય છે સ્ટ્રેચિંગ. તે લોહીના પરિભ્રમણને બહેતરીન બનાવીને માથા સુધી લોહીના પ્રવાહને સારી રીતે પહોંચાડે છે. જેનાથી દિમાગ સતર્ક અને સક્રિય રહે છે.
પ્રોટીન
પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન સવારના નાસ્તામાં જરૂરથી કરવું જોઈએ. તે તમારા મસ્તિષ્કને સક્રિય બનાવી રાખવામાં તથા ઉર્જાનો સંચાર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
સ્નાન કરવું
સ્નાન કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો તે સંપૂર્ણ દિવસ શરીરમાં તાજગી બનાવી રાખવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ત્યાં જ ગરમ અથવા સામાન્ય ગરમ પાણીથી સ્નાન કરવું તમને આરામદાયક સ્થિતિમાં રાખે છે. જેનાથી તમે નિરંતર રીતે સક્રિય રહેતા નથી.
ગ્રીન ટી
દૂધ અને સાકર વાળી ચા પીવાની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરવાથી શરીર અને મસ્તિષ્કના બંને માટે ખૂબ જ ઉર્જાદાયક સાબિત થશે. દિવસભર એક્ટિવ રહેવા માટે અને તાજગી ભર્યા રહેવા માટે તમે દિવસની શરૂઆત ગ્રીન ટી થી કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team