વ્યસ્ત સિડ્યુલ અને વર્ક લોડને કારણે લોકોને આંખોમાં ઘણા પ્રકારની સમસ્યા થવા લાગે છે. ફક્ત એટલું જ નહી વધતી હરીફાઈ ને કારણે બાળકોની આંખોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. ડોક્ટરની સલાહ ઉપરાંત કેટલાક એવા ફૂડ છે, જેનું સેવન કરી આંખોને સ્વસ્થ રાખી શકાય છે.
માછલી
જો તમે નોન-વેજ ખાવ છો તો આંખોને સ્વસ્થ રાખવા માટે તમે માછલીનું સેવન કરી શકો છો. તેમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી આંખોમાં શુષ્કતાની સમસ્યા રહેતી નથી.
ગાજર
આંખોની રોશની વધારવામાં ગાજર અસરકારક માનવામાં આવે છે. તેમાં હાજર વિટામિન એ અને બીટા કેરોટીન આંખો માટે ખૂબ જ જરૂરી હોય છે. તમે ગાજરનું સેવન સલાડ, શાક અને જ્યુસ રૂપે કરી શકો છો.
બદામ
તેમાં હાજર વિટામિન એ આપણને એવા પરમાણુઓથી બચાવે છે જે સ્વસ્થ પેશીઓને નુકસાન પહોંચાડે છે. બદામ ખાવાના ઘણા અન્ય સ્વાસ્થ્ય લાભો પણ છે. દરરોજ 3 થી 4 પલાળેલી બદામ ખાવી જોઈએ.
પપૈયા
તેમાં હાજર વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ આંખો માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ બંને જ આંખોને અનેક રોગોથી બચાવે છે. પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, તેથી તમે તેને બાળકને પણ ખવડાવી શકો છો.
સંતરા
વિટામિન સીથી ભરપૂર સંતરા આંખો માટે પણ ફાયદાકારક છે. સંતરાનો તાજો રસ રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે. સંતરાના પોષક તત્વો આંખોને લગતી અનેક બીમારીઓને દૂર રાખે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team