દરેક વ્યક્તિ તેમના ઘરની સજાવટ કરવા ઈચ્છે છે. રાયપુર શહેરના ઈંટીરિયર ડિઝાઇનરનું ગ્રુપ ઘરને સજાવવામાં લોકોની મદદ કરશે. ઈંટીરિયર ડેકોરેશન દરમિયાન થતી મુંજવણથી લોકોને બચાવશે, ઘરને ખૂબજ ઓછા ખર્ચમાં પ્રીમિયમ લૂક આપવામાં લોકોની મદદ કરવાના હેતુ અર્થે આ શરૂઆત કરી છે. દીવાલનો રંગ કેવો હોય, ફોટો ફ્રેમ કેવી લગાવવી, ઓછી જગ્યા હોવા છતાં બેડરૂમ અને ડ્રોઈંગ રૂમને કેવી રીતે સ્પેશિયલ લૂક આપવો, તેમાં અનુભવી મદદ કરશે.
રાયપુરના ઈંટીરિયર ડિઝાઇનર પ્રદીપ દીવાન અને આકાશ તિવારીએ એક પહેલ શરૂ કરી છે. પ્રદીપ એ જણાવ્યું કે ઈંટીરિયર સાથે સંબંધિત ઈચ્છાઓ દરેક વ્યક્તિના મનમાં હોય છે. આવનારા બે અઠવાડિયા સુધીમાં લોકોની તેમાં જેટલી બની શકે તેટલી મદદ કરીશું. લોકો તેમાં ઈંટીરિયર સાથે જોડાયેલ ફ્રી માર્ગદર્શન માટે અમારો સંપર્ક કરી શકે છે.
સુંદરતાનું શોર્ટકટ વોલ પેપર
દીવાલોને રંગવી એટલે સંપૂર્ણ ઘરની ડબલ સફાઈની મહેનત. પ્રદિપે જણાવ્યું કે વોલ પેપરનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. બ્રિક અને સ્ટોન લુક થ્રીડી વોલ પેપરમાં આવી રહેલ ગુણવત્તાના કારણે દીવાલ એવી દેખાઈ છે જેમકે વાસ્તવમાં સ્ટોન અથવા ઈંટ ચોંટેલી હોય. તેને જોઈને લાગતું નથી કે તે કોઈ વોલ પેપર હોઈ શકે છે. તે ઓરડાને રીચ લુક આપે છે. હાલના દિવસોમાં આ પ્રકારના વોલ પેપરનો ઘણો ટ્રેન્ડ છે. તેમાં લાંબો ખર્ચ પણ થતો નથી અને તેને લગાવવામાં વધારે સમસ્યા પણ થતી નથી.
જૂની વસ્તુઓનો પણ નવા પ્રકારે ઈંટીરિયરમાં ઉપયોગ કરવાનો ટ્રેન્ડ છે. જેમકે કારના જૂના ટાયરનો ઉપયોગ ખુરશી બનાવવા માટે કરવામાં આવે છે. લાકડાના ફર્નિચર મજબૂત, ટકાઉ હોય છે અને વાસ્તુ પ્રમાણે તે શુભ પ્રતીક માનવામાં આવે છે. જૂના ફર્નિચરમાં વાઇબ્રન્ટ કલર જેમકે પીળા, ભુરા પેટર્ન થી પેઇંટ કરવાથી ઘર શોભી ઊઠે છે. આ પ્રકારના કોઈપણ આઈડિયા પર અમે રાયપુરના ઈંટીરિયર લવર્સ સાથે વાતચીત કરીશું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.