ઘરમાં ફટકડી રાખવાથી થાય છે આ 15 ચમત્કારિક લાભ, જાણી લ્યો તમે પણ

Image Source

માત્ર દસ રૂપિયાની ફટકડી તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ફટકડીને અતિ શુભ અને પવિત્ર માનવામાં આવી છે. તેને ઘરમાં રાખવાથી કેટલા લાભ થાય છે જેના વિશે કદી તમે વિચાર્યું પણ નહીં હોય. આજે તમને વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલા આવા 15 લાભ વિશે જણાવીએ. જેને અજમાવીને તમે પણ જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.

જો તમારી પાસે ધન ટકતું નથી તો તિજોરીમાં એક ફટકડીનો ટુકડો લાલ કપડામાં બાંધીને રાખી દો તેનાથી તમારા ખર્ચા ઓછા થવા લાગશે.

Image Source

ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે કાળા કપડામાં ફટકડીનો ટુકડો બાંધીને તેને ઘરના મુખ્ય દરવાજાની ઉપર લટકાવી દેવો.

જો પતિ ઉપર કરજ વધી ગયું હોય અને અનેક પ્રયત્નો છતાં પણ કરજ ઉતરતું ન હોય તો ફટકડીના એક ટુકડા પર સાત વખત લાલ સિંદૂર છાંટવું. આમ કરવાથી પતિ પરનું કરજ ઉતરવાનું શરૂ થઈ જશે.

પરિવારમાં કલેશ રહેતો હોય તો રાત્રે સુતા પહેલા એક ગ્લાસમાં પાણી ભરી તેમાં ફટકડીનો એક ટુકડો ઉમેરીને તેને ઢાંકીને રાખી દેવું. સવારે જાગી અને આ પાણીને નદી કે તળાવમાં વહાવી દેવું આમ કરવાથી કલેશ દૂર થશે અને પરિવારમાં પ્રેમ વધશે.

Image Source

પરિવારના કોઈ સભ્યની તબિયત ઘણા સમયથી ખરાબ છે તો ફટકડી નો એક ટુકડો લઈને બીમાર વ્યક્તિના માથા પરથી સાત વખત ઊંધી દિશામાં ઉતારી પૂર્વ દિશામાં દૂર ફેંકી દો.

ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરના દરેક રૂમમાં કોઈ ખૂણામાં એક કાચની વાટકીમાં નમક સાથે ફટકડીનો એક ટુકડો રાખી દેવો. દર પંદર દિવસે ફટકડી અને નમક ને બદલી દેવું.

રાત્રે ઊંઘમાં ખરાબ સપના આવતા હોય તો તકિયાની નીચે ફટકડીનું એક ટુકડો રાખીને સૂવું જોઈએ.

પતિ-પત્ની વચ્ચે સમસ્યા રહેતી હોય તો બેડરૂમની બારી પાસે એક વાટકીમાં ફટકડીનો ટુકડો રાખી દેવો.

Image Source

જો તમારી સાથે ઘણા સમયથી કોઈ સારી ઘટના બનતી નથી તો સવારે સ્નાન કરવાના પાણીમાં ફટકડી ઉમેરીને તેનાથી સ્નાન કરવાનું રાખો તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહેશે.

જો તમારું ખીસ્તું હંમેશા ખાલી રહે છે તો પર્સમાં ફટકડીનો એક ટુકડો રાખવો.

ઘરમાં એક પછી એક ખરાબ ઘટનાઓ બનતી હોય તો પાણીમાં ફટકડી ઉમેરીને તેનાથી પોતા કરવા

ઘરની કોઈ વ્યક્તિ લાંબી યાત્રા પર જતી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર ફટકડી ને એક કાચના ગ્લાસમાં રાખીને પાણી ભરી દો.

ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ રોકવા માટે ઘરના બાથરૂમમાં ફટકડી રાખવી જોઈએ.

દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિ ખૂણા નો સ્વામી શુક્ર ગ્રહ છે. રસોડું આ ખૂણામાં હોવું જોઈએ પરંતુ જો ગેસનો ચૂલો આ દિશામાં નથી તો તે વાસ્તુદોષને દૂર કરવા માટે ફટકડીને લાલ કપડામાં બાંધીને રસોડામાં રાખો.

જો તમે જૂનું ઘર છોડીને નવા ઘરમાં જઈ રહ્યા છો તો જૂના ઘરને ખાલી છોડવાને બદલે તેના દરેક ખૂણામાં ફટકડી રાખી દેવી આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *