વંદાને ઘરમાંથી ભગાવવા માટેના 11 ક્રાંતિકારી ઘરેલુ ઉપાયો

Image Source

હવામાનમાં અચાનક આવેલો ફેરફાર દરેકને આકર્ષે છે. બદલાયેલી મોસમનો આનંદ માણવો દરેકને ગમે છે. તેમજ જો આપણે ઉગ્ર ગરમી પછી આવતા વરસાદના દિવસોની વાત કરવામાં આવે તો તે હવામાનની વાત જ કઈક જુદી હોય છે.

પરંતુ હવામાનમાં આવતો આ ફેરફાર હંમેશા સારો નથી હોતો. આ સમયે હવામાનમાં ભેજ વધી જાય છે અને ઘરોમાં વાંદા નીકળવાના શરૂ થવા લાગે છે. બાકીની ઋતુમાં વાંદા ક્યારેક જ જોવા મળે છે.

વાંદો કુરૂપ હોવાની સાથે સાથે ખૂબ જ હાનિકારક પણ છે. તેઓ તેમના શરીર પર વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને ઝેરી જીવાણુઓને પણ લઈને ફરતા રહે છે.

વરસાદ દરમિયાન ભેજનું પ્રમાણ વધવાને કારણે અને ઘરના ખૂણાઓમાં યોગ્ય સફાઈ ન થવાને કારણે વાંદા થવા લાગે છે. આ અવસ્થા વાંદા ના વિકાસ માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. ઘરમાં વાંદો હોવો એ શારીરિક રૂપની સાથે સાથે માનસિક રીતે પણ ખૂબ જ પીડાદાયક હોય છે. ઘરમાં વાંદો હોવો એ ઘરમાં બીમારીને આમંત્રણ આપવા જેવું છે કારણ કે વાંદો ગંદી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. અને જેમ જેમ તેમની સંખ્યા વધે છે તેમ તેમ રોગની શક્યતા પણ વધે છે.

વંદો વિશે એક સત્ય એ પણ છે કે તેઓ ક્યારેય પણ શારીરિક રીતે નુકસાન પહોંચાડતા નથી. તેઓ ઘરના રસોડા વિસ્તારની નજીક રહેવાનું પસંદ કરે છે જ્યાંથી તેઓને ખાવાપીવાની વસ્તુઓ મળી જાય છે. અને ખરાબ કરવાનું શરૂ કરી દે છે. ખોરાકને બગાડવાની સાથે સાથે તે પુસ્તકો, કપડાં અને અન્ય સામગ્રીને પણ નુકસાન પહોંચાડે છે.

આજે અમે તમને ઘરને લગતી આ સમસ્યાના કેટલાક ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે આ સમસ્યાનો સરળતાથી ઉપાય મેળવી શકો છો. તમે ઘરમાંથી વાંદો દૂર કરવા માટે રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ આ ઉત્પાદનો ખૂબ જ જોખમી હોય છે. આ ઉત્પાદનોમાં ઘાતક ઝેર ભેળવવામાં આવે છે. આ સાથે તે તદ્દન જ્વલનશીલ પણ હોય છે.

વાંદા મારવાના કેટલાક ઘરગથ્થુ ઉપચાર

Image Source

1. સફાઈ

વાંદાને ઘરથી દૂર રાખવાનો સૌથી સરળ ઉપાય છે ઘરમાં નિયમિત સફાઈ કરતા રહેવું. કારણ કે વાંદાને જે વસ્તુઓ આકર્ષે છે તે ખોરાકની માત્રા અને ગંદકી છે. એટલા માટે ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા રાખો. ઘરના ખૂણામાં ગંદકી ન થવા દો.

Image Source

2. કેરોસીન

કેરોસીનનો ઉપયોગ કરીને વાંદો ખૂબ જ ઝડપથી ઘરમાંથી ભાગી જાય છે. કેરોસીનને સ્પ્રે કેનમાં ભરીને અથવા જૂની બોટલમાં કાણું પાડી જ્યાં વાંદા સૌથી વધુ દેખાય છે ત્યાં તેનો છંટકાવ કરો. જેથી તેની ગંધથી ભાગી જશે. સ્પ્રે કરતી વખતે તમારી ત્વચાને ઢાંકીને રાખો.

Image Source

3. લવિંગનો ઉપયોગ

લવિંગની સુગંધ પણ વાંદા ને દૂર કરવાનો એક સરળ રસ્તો છે. લવિંગને ઘરના ખૂણામાં, સ્ટોર રૂમમાં, રસોડામાં રાખો. તેની ગંધથી વાંદો ઘરની બહાર ભાગી જશે. લાંચની જગ્યા પણ દરરોજ બદલતી રહેવી.

Image Source

4. ફુદીનો (ધાણા)નો ઉપયોગ

ફુદીનાની તીવ્ર સુગંધ પણ વાંદા ને ઘરથી દૂર ભગાવવાનો એક અસરકારક ઉપાય છે. ઘરમાં જ્યાં જ્યાં વાંદા રહે છે ત્યાં ફુદીનાના પાન રાખી દો. આમ કરવાથી વાંદો ભાગી જશે.

Image Source

5. લીમડાનું પાણી

લીમડો એક એવું વૃક્ષ છે જેના હજારો ફાયદાઓ છે. સદીઓથી, તેનો ઉપયોગ જંતુઓને મારવા અને દૂર ભગાવવા માટે કરવામાં આવે છે. લીમડાના પાનમાં અસ્થિર તત્વો રહેલા હોય છે જે જંતુઓને દૂર ભગાવે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી અને તેનો છંટકાવ વાંદાની જગ્યા પર કરો.

6. કોફીનો ઉપયોગ કરવો

કોફીના ઉપયોગથી વાંદાને સરળતાથી પકડી શકાય છે. રાત્રે સૂતા પહેલા કોફી અને ખાંડનું મિશ્રણ બનાવીને એક બરણીમાં રાખો. જ્યારે બરણીને અંધારાવાળી જગ્યાએ રાખવામાં આવે છે ત્યારે કોફીની સુગંધ વાંદાને આકર્ષે છે પરંતુ કોફીમાં રહેલા કેફીનને કારણે વાંદો બરણીમાં જ મરી જાય છે.

7. બોરિક એસિડ અને ખાંડ

બોરિક એસિડનો ઉપયોગ વાંદો મારવા માટે થાય છે પરંતુ તેનો ઉપયોગ ન કરો તો જ સારું છે કારણ કે તે એક જંતુનાશક છે જે જંતુઓને ડીહાઇડ્રેટ કરી અને તેમના પાચનતંત્રને નષ્ટ કરી દે છે. તેનો ઉપયોગ કરવા માટે લોટ અને ખાંડની ગોળીઓમાં ભેળવીને તેને વાંદાવાળી જગ્યા પર રાખો. ખાંડ કોકરોચને આકર્ષે છે અને તે તેમના શરીરમાં જતું રહે છે.

Image Source

8. તમાલપત્ર

લવિંગ અને ફુદીનાની જેમ, તે પણ વાંદાને ઘરથી દૂર ભગાવવાની એક ક્રાંતિકારી રીત છે. તમાલપત્ર માથી પણ તીવ્ર ગંધ આવે છે જે વાંદા ને ઘરથી દૂર રાખે છે.

9. બેકિંગ સોડા

આજકાલ, મોટાભાગના ઘરોમા બેકિંગ સોડા મળી જાય છે. તે પણ વાંદો મારવા માટે તમારું સારું હથિયાર સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક કપમાં થોડો બેકિંગ સોડા લઈ અને ખાંડ સાથે તેનું મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને વાંદાની જગ્યાએ લગાવો અને ખાંડની સુગંધ વાંદાને પોતાની તરફ આકર્ષિત કરશે. પરંતુ આ મિશ્રણ વાંદા માટે ઝેર જેવું કામ કરશે.

10.કાકડીઓનો ઉપયોગ

કાકડી એક એવી ખાદ્ય પદાર્થ છે જે તેની આસપાસ કીટને વિકસિત થવા દેતી નથી. તેનો ઉપયોગ વાંદા ને ઘરથી દૂર રાખવા માટે કરી શકાય છે. કાકડીના ટુકડા ઘરના ખૂણામાં અથવા વાંદાવાળી જગ્યાએ રાખો. વાંદો ભાગી જશે.

11. નળીમા જાળી લગાવો

વાંદા ઘરમાં રહેલી નળીઓ અને પાઈપોની જગ્યાએથી ઘરમાં પ્રવેશ કરે છે. એટલા માટે વાંદાથી બચવા માટે આ નળીઓને ઝીણી જાળીથી બંધ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *