1. શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવામાં આવે છે. પંચાંગ અનુસાર આ મહિનો વર્ષનો પાંચમો મહિનો હોય છે. આ મહિનો જુલાઈ અથવા ઓગસ્ટમાં આવે છે.
2. શ્રાવણ મહિનામાં સોમવારનું વિશેષ મહત્વ હોય છે. આ વાર શિવજીનો પ્રિય વાર છે. આ દિવસે સ્નાન કરી શિવ પૂજા કરી વ્રત રાખવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવજીને બીલીપત્ર ચઢાવવું ફળદાયી છે.
3. જે વ્યક્તિ સોમવારનું વ્રત રાખે છે તેની દરેક મનોકામના શિવજી પૂરી કરે છે. તેમ શિવપુરાણમાં કહેવાનું છે. આ મહિનામાં લાખો લોકો જ્યોર્તિલિંગના દર્શન કરવા ભારત ભરમાં ભ્રમણ કરે છે.
4. આ મહિનાનો સંબંધ પ્રકૃતિ સાથે પણ છે. આ સમયે વર્ષા ઋતુ હોવાથી ધરતી લીલીછમ્મ થઈ જાય છે. આ મહિનો માનવ સમુદાય માટે ગરમીથી રાહત મેળવવાનો હોય છે. આ મહિનામાં ઘણા તહેવાર આવે છે.
5. ભારતમાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાતમાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે નાળિયેર પૂર્ણિમા ઉજવાય છે.
6. આ મહિનામાં કાવડ યાત્રા યોજાય છે જેમાં ભક્તો ઉત્તરાખંડમાં આવેલા હરિદ્વાર અને ગંગોત્રી ધામની યાત્રા કરે છે. ત્યાંથી જળભરી અને કાવડને ખભા પર લઈ પગે ચાલે આ જળ શિવજીને ચઢાવે છે.
7. પૌરાણિક કથા અનુસાર દેવ અને દાનવ વચ્ચે થયેલા સમુદ્રમંથમાંથી 14 રત્નો નીકળ્યા હતા. તેમાંથી વિષ પણ નીકળ્યું હતું જો તે વિશે પૃથ્વી પર જાય તો સૃષ્ટિ નષ્ટ થઈ જાય. તેથી સૃષ્ટિની રચના કરવા માટે શિવજીએ એ વિષ પીધું અને તેના ગળામાં રાખ્યું તેના કારણે શિવજીનું ગળું બ્લુ થયું અને તેમનું નામ નીલકંઠ પડ્યું. ત્યારબાદ એક ભક્તે શિવજીનો જળાભિષેક કર્યો ત્યારે શિવજીને વિષથી મુક્તિ મળી.
8. શ્રાવણ મહિનામાં ભક્તો 3 પ્રકારના વ્રત રાખે છે. જેમાં સોમવારનું વ્રત જે દર સોમવારે રાખવામાં આવે છે. બીજું વ્રત સોળ સોમવારનું વ્રત જે શ્રાવણ મહિનાના સોમવારથી શરુ કરી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. અને ત્રીજું છે પ્રદોષ વ્રત.
9. શ્રાવણ મહિનાનું મહત્વ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ છે. આ મહિનામાં સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. સૂર્યનું ગોચર બધી રાશિને પ્રભાવિત કરે છે.
10. શ્રાવણ મહિનો શિવ પાર્વતીને સમર્પિત છે. આ મહિનામાં જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી વ્રત કરે છે તેમને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે મહિલા આ વ્રત કરે છે તેનું વૈવાહિક જીવન સુખમયી રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team